મુંબઈ: દેશભરમાં 50થી વધુ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસોમાં દેષિત ડો.જલીસ અન્સારી (Dr.Jalees Ansari) ઉર્ફે ડોક્ટર બોમ્બ (Dr Bomb) ગુરુવાર સવારથી ગુમ છે. તે છેલ્લા 21 દિવસથી અજમેર (Ajmer) જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. આતંકી ડો.જલીસ અન્સારી (Jalees Ansari) ના પેરોલની સમયમર્યાદા શુક્રવારે ખતમ થઈ રહી હતી. તેના બરાબર એક દિવસ અગાઉ તેના સંબંધીઓએ મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવા અંગેનો રિપોર્ટ નોંધાવ્યો છે. જલીસ અજમેર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્સારીના પુત્રએ આ અંગે પોલીસને જાણ કરી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પેરોલના સમય દરમિયાન અન્સારીને રોજ સવારે સાડા 10થી 12ની વચ્ચે આગ્રીપાડી પોલીસ સ્ટેશન આવીને હાજરી પૂરાવવાનું કહેવાયું હતું. પરંતુ તે ગુરુવારે નક્કી સમયે પહોંચ્યો નહીં. અધિકારીના જણાવ્યાં મુજબ બપોરે અન્સારીનો 35 વર્ષનો પુત્ર જૈદ અન્સારી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પિતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...