શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં એલઓસીની પાસે પાકિસ્તાને ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે ત્રણ જવાનને ઈજા પહોંચી છે. આ ઘટના પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરની છે. હુમલામાં શહીદ થનારા બંન્ને જવાન સેનામાં પોર્ટર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે શુક્રવારે લગભગ 11 કલાકે પાકિસ્તાને પુંછમાં ભારે ગોળીબારી શરૂ કરી હતી. પાકિસ્તાની સૈનિકોએ ભારતની સરહદમાં મોર્ટાર છોડ્યા હતા. આ હુમલામાં બે જવાન શહીદ થયા તો ત્રણ જવાનને ઈજા પહોંચી છે. રિપોર્ટ્ પ્રમાણે, જ્યારે પાકિસ્તાને આર્મી પોર્ટર પર ફાયરિંગ કર્યું તે સમયે તેઓ વિસ્તારમાં કામ કરી રહ્યાં હતા. ત્યારે પાકિસ્તાન તરફથી ફાયર કરવામાં આવેલા મોર્ટાર અને ગોળીઓની જપેટમાં આવી ગયા હતા. 


પાક ફાયરિંગમાં 2 જવાન શહીદ
ઘટનાની જાણકારી આપતા સેનાએ કહ્યું, 'જમ્મૂ-કાશ્મીર લાઇન ઓફ કંટ્રોલની પાસે પાકિસ્તાની ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં બે જવાન શહીદ થયા તો ત્રણને ઈજા પહોંચી છે. આ ઘટના પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરની છે. હુમલામાં શહીદ થનાર બંન્ને જવાન સેનામાં પોર્ટાર હતા.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર