નવી દિલ્હી: 2007માં હૈદ્વાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે મંગળવારે બે આરોપીઓને દોષી ગણાવ્યા છે. તેમાં અકબર ઇસ્માઇલ અને અનીક શૌફીક સામેલ છે. તો બીજી તરફ કોર્ટે બે અન્ય આરોપીઓને મુક્ત કરી દીધા છે. હવે NIAની આ વિશેષ કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ દોષીઓની સજાનું એલાન કરશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે સુનાવણી દરમિયાન NIAની વિશેષ કોર્ટે પાંચમાંથી બે આરોપીઓ ફારૂક શર્ફુદ્દીન તર્કિશ અને મો.સાદિક ઇસરાર શેખને છોડી મુક્યા છે. હવે વિશેષ કોર્ટ એક અન્ય આરોપી તારિક અંજુમના મામલે 10 સપ્ટેમ્બરે ફેંસલો સંભળાવશે. હૈદ્વાબાદમાં 2007માં આ બોમ્બ બ્લાસ્ટમાં 42 લોકોના મોત નિપજ્યા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટના ગોકુલચાટ અને લુંબિની પાર્ક વિસ્તારમાં થયા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસને બે અલગ અલગ સ્થળો પરથી જીવતા આઇઇડી બોમ્બ મળ્યા હતા. 



11 વર્ષ બાદ કોર્ટે અંતિમ ચર્ચાના આધારે પોતાનો ફેંસલો સંભળાવ્યો. તેના માટે ચેરાપલ્લી સેંટ્રલ જેલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં આ કેસની ટ્રાયલ વીડિયો કોંન્ફ્રેંસિંગ દ્વારા ચાલી રહી હતી. તમને જણાવી દઇએ કે હૈદ્વાબાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અન્ય આરોપી રિયાઝ ભટકલ, ઇકબાલ ભટકલ, ફારૂખ શર્ફૂદ્દીન અને આમિર રસૂલ હજુ ફરાર છે. આ કેસમાં હજુ અનીક શફીક, મોહમંદ અકબર ઇસ્લાઇલ અને મોહમંદ સાદિકની ધરપકડ કરવામાં આવી છે.