Loksabha ELection 2024: બીજા તબક્કાના મતદાન પહેલાં તમામ પાર્ટીઓ્એ પૂરી તાકાત લગાવી છે. રાજકીય પક્ષો મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે તમામ મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. કેમ કે 26 તારીખે બીજા તબક્કાની 88 બેઠકો માટે મતદાન થશે. બીજા તબક્કામાં કયા રાજ્યમાં કેટલી બેઠક પર મતદાન થશે તેની વાત કરીએ તો...


  • કેરળની 20 બેઠક....

  • કર્ણાટકની 14 બેઠક...

  • રાજસ્થાનની 13 બેઠક...

  • મહારાષ્ટ્રની 8 બેઠક....

  • ઉત્તર પ્રદેશની 8 બેઠક...

  • મધ્ય પ્રદેશની 6 બેઠક...

  • અસમ રાજ્યની 5 બેઠક...

  • બિહાર રાજ્યની 5 બેઠક...

  • છત્તીસગઢની 3 બેઠક...

  • પશ્વિમ બંગાળની 3 બેઠક...

  • મણિપુરની 1 બેઠક....

  • ત્રિપુરાની 1 બેઠક....

  • જમ્મુ કાશ્મીરની 1 બેઠકનો સમાવેશ થાય છે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મથુરા બેઠક પરથી ભાજપે ફરી એકવાર વર્તમાન સાંસદ હેમા માલિનીને ટિકિટ આપી છે. બિહારની પૂર્ણિયા બેઠક પરથી પપ્પુ યાદવે પણ અપક્ષ ઉમેદવારી કરી છે જેના પગલે બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે તે નક્કી છે. જેણે કોંગ્રેસ-આરજેડીની મુશ્કેલી વધારી દીધી છે. રાજસ્થાનની જોધપુર બેઠક પરથી ભાજપના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાના વિસ્તારમાં પ્રચાર કર્યો અને પોતાની જીતનો મોટો દાવો કર્યો છે. બીજા તબક્કાના મતદાનમાં કયા-કયા મહારથીઓ ચૂંટણી મેદાનમાં છે તેની વાત કરીએ તો...


કેરળની વાયનાડ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ ફરી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કેરળની તિરુવનંતપુરમ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં છે. ભાજપે તિરુવનંતપુરમ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા છે. રાજસ્થાનની કોટા બેઠક પરથી ભાજપના ઓમ બિરલા લડી રહ્યા છે. રાજસ્થાનની જોધપુર બેઠક પરથી ગજેન્દ્રસિંહ શેખાવત લડી રહ્યા છે. 


રાજસ્થાનની ઝાલોર બેઠક પરથી પૂર્વ સીએમ અશોક ગહલતના પુત્ર વૈભવ ગહલોત મેદાનમાં છે. રાજસ્થાનની ઝાલાવાડ બેઠક પરથી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત રાજે ચૂંટણી લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પરથી ભાજપના સાંસદ હેમા માલિની ચૂંટણી મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પરથી ભાજપના અરૂણ ગોવિલ ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકની ધારવાડ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને ઉતાર્યા છે.


હાલ તો તમામ રાજકીય પક્ષો પોતાના ખાતામાં વધુમાં વધુ બેઠક આવે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે બીજા તબક્કામાં કેટલું મતદાન થાય છે અને કયો પક્ષ કેટલી બેઠકો પોતાના ખાતામાં લાવવામાં સફળ રહે છે?