ઈન્દોર: નોટબંધીના અઢી વર્ષ બાદ પોલીસ સામે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં કુલ 500 અને 1000 રૂપિયાની 73.15 લાખ રૂપિયાની જૂની નોટો સાથે પોલીસે 2 લોકોને પકડ્યા છે. એએસપી શૈલેન્દ્ર સિંહ ચૌહાણે આજે જણાવ્યું કે એમઆર-9 રોડ પાસે વાહનોની તલાશી દરમિયાન રાતે એક સ્કૂટરને રોકવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાહન પર ઋષિ રાયસિંહ (23) અને સાવન મેવાતી (26) સવાર હતાં અને તેમની પાસે એક બેગ હતી. આ બેગમાં 1000-1000 રૂપિયાની 4574 જૂની નોટ અને 500-500 રૂપિયાની 5482 જૂની નોટો હતી. ચૌહાણે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં સામેલ ઋષિ મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લાના શુજાલપુર કસ્બામાં પાનની દુકાન ચલાવે છે. જ્યારે મેવાતી ઈન્દોરનગર નિગમનો સફાઈકર્મી છે. 


'PM મોદી જે બોલે તેનાથી વિરુદ્ધ કરે છે.' અખિલેશ યાદવના ઈન્ટરવ્યુની 25 ખાસ વાતો


તેમણે જણાવ્યું કે ચલણમાંથી રદ થઈ ગયેલી જૂની નોટો ઋષિ શુજાલપુરથી ઈન્દોર લાવ્યો હતો. તે મેવાતી સાથે તેને 30 ટકા કમીશનના આધારે નવી નોટો સાથે બદલવા માટે જઈ રહ્યો હતો. આ નોટો કોણ અદલાબદલી કરી આપવાનું હતું તે વ્યક્તિની હાલ શોધ થઈ રહી છે. જો કે આ કોઈ પહેલો મામલો નથી, કે બંધ થયેલી નોટો પકડાઈ હોય. પોલીસે અહીં ઓગસ્ટ 2018માં 500 અને 1000 રૂપિયાના લગભગ એક કરોડ રૂપિયાની બંધ થયેલી નોટો સાથે 3 લોકોને પકડ્યા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...