નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ  (Utter Pradesh) ના મેરઠથી પોલીસે એક ડોક્ટર સાથે છેતરપિંડી કરનાર 2 લોકોની ધરપકડ કરી છે. આ ઠગોએ લંડનથી આવેલા ડોક્ટરને અલાદ્દીનનો ચિરાગ બતાવીને 31 લાખમાં એક લેમ્પ વેચી દીધો. ઉત્તર પ્રદેશ પોલીસે પીડિત ડોક્ટર એલએ ખાનની ફરિયાદ પર ચિરાગ વેચીને છેતરપિંડી કરનાર ઇકરામુદ્દીન અને અનીસની ધરપકડ કરી છે. પીડિત ડોક્ટર એલએ ખાને 25 ઓક્ટોબરના રોજ પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ઇકરામુદ્દીન અને અનીસે તેમને કેટલાક જાદૂ ટોણાની જાળમાં ફસાવ્યો અને તેમની પાસેથી 31 લાખ રૂપિયા લૂંટી લીધા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકલી હતો અલાદ્દીનનો ચિરાગ અને જિન્ન
મીડિયા રિપોર્ટ અનુસાર ડોક્ટરે પોતાના જાળમાં લેવા માટે બંને ઠફોએ પોતાની તંત્ર વિદ્યાર્થી ચિરાગ ઘસીને જિન્ન બોલાવ્યો જેથી ડો.એલએ ખાનને વિશ્વાસ થઇ ગયો અને તેમણે તાત્કાલિક આ લેમ્પને અલાદ્દીનનો ચિરાગ સમજીને ખરીદી લીધો. પરંતુ પછી ડોક્ટરને અહેસાસ થયો કે જેને તેની સામે રજૂ કરવામાં આવ્યો હતો, તે કોઇ જિન્ન ન હતો. 


આ પ્રકારે ઠગોએ જાળમાં ફસાવ્યો ડોક્ટર
ડોક્ટરના અનુસાર તે બંને યુવકો પાસેથી પહેલીવાર તેમની બિમાર માતાની સારવાર કરાવવા માટે મળ્યો હતો. ત્યારબાદ ડોક્ટર મોટાભાગે તેમના ઘરે સારવાર માટે જવા લાગ્યો. આ સિલસિલો લગભગ એક મહિના સુધી ચાલ્યો. યુવકે તેમને જણાવ્યું કે તે એક બાબાને ઓળખે છે, જેના ઘરે અવાર નવાર આવવા જવાનું થાય છે. તેમણે ફોસલાવીને તે તાંત્રિક સાથે મળવા માટે ડોક્ટરને રાજી કરી લીધો. 


ડોક્ટરે ડાઉન પેમેન્ટ તરીકે આપ્યા હતા 31 લાખ રૂપિયા
છેતરપિંડી કરનાર બંને યુવકોએ ડોક્ટરને કહ્યું કે તાંત્રિક પાસેથી એક જાદુઇ ચિરાગ છે જેને તે 1.5 કરોડ રૂપિયામાં વેચવા માંગે છે. ડોક્ટરને વિશ્વાસ થઇ ગયો અને તેને તાંત્રિકને ડાઉન પેમેન્ટ તરીકે 31 લાખ રૂપિયા આપી દીધા. યુવકોએ દાવો કર્યો કે આ ચિરાગ રૂપિયા પૈસા અને સારું સ્વાસ્થ્ય લઇને આવશે. તેને અલાદ્દીનનો ચિરાગ બતાવીને ડોક્ટરને વેચી દીધો. આ દરમિયાન ઠગોએ ચિરાગને ઘસ્યો અને બીજો વ્યક્તિ પોષાક પહેરીને 'જિન્ન' તરીકે હાજ્ર થયો જેમાં કોઇ શક્તિ ન હતી. 


ઠગોએ ઘણા પરિવારને ફસાવ્યા
કહેવામાં આવી રહ્યું છે કે આ ઠગોના શિકાર ફક્ત ડોક્ટર જ નહી પરંતુ તેમણે ઘણા પરિવારોને આ પ્રકારે પોતાની જાળમાં ફસાવ્યા છે. સૂચના મળતાં જ પોલીસે બંને ઠગની ધરપકડ કરી અને સોનેરી રંગનો ચિરાગ પણ મળી આવ્યો. મેરઠ પોલીસના વરિષ્ઠ અધિકારી અમિત રાયે કહ્યું કે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ આ પ્રકારના ઘણા લોકોની છેતરપિંડી કરી છે. તંત્ર વિદ્યાની જાળમાં તમામ પરિવારો ફસાવ્યા છે. પોલીસ આ કેસમાં અત્યારે એક મહિલાની પણ શોધખોળ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube