શ્રીનગરઃ જમ્મુ-કાશ્મિરના શોપિયાં જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક પાક. નાગરિક સહિત જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી ઠાર મરાયા છે. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ શોપિયાં જિલ્લાના મીમેન્દર વિસ્તારમાં શોધખોળ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર ચાલુ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીની સાથે જ અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીનાં મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવક્તાએ જણાવ્યું કે, "અથડામણના સ્થળે તેમના મૃતદેહનો કબ્જો લઈ લેવાયો છે. બંને જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે." એક મૃત આતંકીની ઓલખ નઝીર મીર તરીકે થઈ છે. તે શોપિયાંના સૈયદપુરાના પયીન વિસ્તારનો રહેવાસી હતો, બીજો આતંકી પાકિસ્તાની છે. 


ઘાયલ ભારતીય પાઈલટના વીડિયો વાયરલ કરવા બદલ ભારતે પાક.ની ઝાટકણી કાઢી


અધિકારીએ જણાવ્યું કે, પ્રાપ્ત માહિતી મુજબ આ બંને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા, તેને અંજામ આપવા, સુરક્ષા પ્રતિષ્ઠાનો તથા નાગરિકો પર અત્યાચાર સહિત વિવિધ આતંકવાદી અપારધોમાં સંડોવાયેલા હતા. તેઓ પોલીસ ચોપડે ઘણા સમયથી વોન્ટેડ હતા. 


તેમણે જણાવ્યું કે, આ અભિયાનમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પ્રવક્તાએ જણાવ્યું કે, અથડામણના સ્થળેથી વાંધાજનક સામગ્રી, હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...