નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં પુલવામાના અવંતીપોરાના પંજગામ ગામમાં સુરક્ષા દળોએ એક આન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ બંને આતંકી એક ઘરમાં છુપાયા હોવાની સુચના મળતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બંને આતંકીનું મોત થયું હતું. આતંકવાદીઓ જે ઘરમાં છુપાયા હતા તેને સેનાએ ફૂંકી માર્યું હતું. એક આતંકીનું નામ શૌકત અહેમદ ડાર છે, જે પંજગામ ગામનો રહેવાસી છે. અન્ય આતંકીઓ અહીં છુપાયા હોવાની આશંકામાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. 


PM મોદી આજે કેદારનાથ અને અમિત શાહ જશે સોમનાથ, ચૂંટણી પંચે યાત્રાને આપી મંજૂરી


આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પણ સુરક્ષા દળોની આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા ોહવાની માહિતી અંગે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન અથડામણ ચાલુ થઈ ગઈ હતી. 


ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પુલવામા અને શોપિયામાં સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણોમાં 6 આતંકીના મોત થયા હતા. જેમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડરનો પણ સામવેશ થાય છે. આ અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા હતા અને 1 નાગરિકનું પણ મોત થયું હતું. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...