એક વાઘણ માટે બે વાઘ વચ્ચે થઇ ઘમાસાણ લડાઈ અને પછી... જુઓ Video
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સ્થિત રણથંભૌર નેશનલ પાર્કના નંબર 6માં પટવા બાવડીની પાસે બે વાઘ બુધવારે ફરી એકવાર લડ્યા હતા. બંને વાઘની લડાઈમાં એક વાઘ ઘાયલ થયો હતો
સવાઈ માધોપુર: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સ્થિત રણથંભૌર નેશનલ પાર્કના નંબર 6માં પટવા બાવડીની પાસે બે વાઘ બુધવારે ફરી એકવાર લડ્યા હતા. બંને વાઘની લડાઈમાં એક વાઘ ઘાયલ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ટાઇગર ટી 58 તથા ટાઇગર ટી 57ની વચ્ચે ટાઇગ્રેસ ટી 39 સાથે મેટિંગને લઇને લોહિયાળ સંઘર્ષ થયો હતો.
આ પણ વાંચો:- Ayodhya Ram Mandir Live: રામ મંદિર મામલે મુસ્લિમ અભિનેતાએ એવું કર્યું ટ્વિટ કે ચોમેરથી થઇ રહી છે વાહવાહી
બંને વાઘની એકબીજા સાથે લડાઈમાં ટાઇગર ટી 58 ઘાયલ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ટી 57 જંબોના નામથી ઓળખાય છે અઅને તે ઝોન નંબર 6માં આગળ વધે છે. ત્યારે ટી 58 રોકી મેલના નામથી ઓળખાય છે અને ઝોન નંબર 7માં આગળ વધે છે. આ બંને એકબીજાના સગા ભાઇ હોવાનું જણવવામાં આવી રહ્યું છે.