Trains Collide (Ashwin Pandey): મહારાષ્ટ્રમાં ગદગ એક્સપ્રેસ અને પુડુચેરી એક્સપ્રેસ ટ્રેન સામસામે આવી ગઇ હતી. દાદર અને મટુંગા વચ્ચે એક જ ટ્રેક પાસે ચેજિંગ દરમિયાન આ 2 ટ્રેન સામ-સામે ટકરાઇ હતી. ટ્રેનોના ડબ્બા પરસ્પર ટકરાતા ઓવર હેડ વાયર તૂટી ગયા અને જેના લીધે મોટો ધડાકો સંભળાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધીમી હતી ટ્રેનની સ્પીડ
જોકે બંને ટ્રેનોની સ્પીડ ખૂબ જ ઓછી હતી. એટલા માટે અત્યાર સુધી કોઇપણ નુકસાનની જાણકારી પ્રાપ્ત થઇ નથી. શરૂઆતી જાણકારી અનુસાર ટ્રેક બદલતી વખતે બે એક્સપ્રેસ ટ્રેનોના ડબ્બા એકબીજા સાથે ટકરાયા જેના લીધે પાટા પરથી ડબ્બા ઉતરી ગયા. 


લોકલ ટ્રેનો પર પડી રહી છે અસર
અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી અનુસાર આ અકસ્માત લગભગ 21:45 વાગે સજાર્યો હતો. આ અકસ્માત મટુંગા રેલવે સ્ટેશન પાસે જ થયો છે. તેના લીધે હાલ લોકલ ટ્રેનોની અવરજવર પર અસર પડી રહી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube