પાકિસ્તાનથી છુટ્યા 20 ભારતીય માછીમારો, ચાર વર્ષથી કરાચી જેલમાં હતા બંધ
સોમવારે પાકિસ્તાન સરકારના ગ્રીન સિગ્નલ બાદ 20 ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન સરકારે 20 ભારતીય માછીમારોને છોડી દીધા છે. આ વધા માછીમારો આજે અટારી-વાઘા સરહદના રસ્તે ભારતમાં દાખલ થયા છે. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી કરાચીની લાંધી જેલમાં બંધ હતા. આ દરમિયાન અમારા પરિવારને આર્થિક મદદ આપવા માટે મોદી સરકારના આભારી છીએ.
સોમવારે પાકિસ્તાન સરકારના ગ્રીન સિગ્નલ બાદ 20 ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા છે. તેમાંથી ઘણા ચાર વર્ષ પહેલા પાકિસ્તાની જળ સીમાને પાર કર્યા બાદ કેદ કરી લેવામાં આવ્યા હતા તો કેટલાકને પાંચ વર્ષ બાદ છોડવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube