મુંબઇ એપાર્ટમેન્ટથી કુદીને અભિનેત્રીની આત્મહત્યા, કામ નહી મળતા હતી નિરાશ
લાંબા સમયતી બોલિવુડમાં જવા માટે સ્ટ્રગલ કરી રહેલી અભિનેત્રી કામ નહી મળવાનાં કારણે ડિપ્રેશનમાં હતી
નવી દિલ્હી : મુંબઇના લોખંડવાલા વિસ્તારમાં એક ઉભરતી અભિનેત્રીએ પોતાનાં ઘરના છાપરા પરથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટમાં શુક્રવારે આ દુર્ઘટનાની માહિતી આપવામાં આવી. ઓશિવારા પોલીસ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે, જો કે હજી તેમણે તેના પર કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. મૃતકની ઓળખ પર્લ પંજાબ તરીકે કરવામાં આવી છે, જે માત્ર 20 વર્ષની હતી. પર્લની ઉંમર 22-25 વર્ષ વચ્ચે હોવાનું સામે આવી રહ્યું છે. તે બોલિવુડમાં કામ મેળવવા માટે પ્રયાસો કરી રહી હતી.
PMO ના પ્રિંસિપલ સેક્રેટરી પદથી સેવામુક્ત થયા નૃપેન્દ્ર મિશ્રા, પીકે સિન્હા બન્યા OSD
પર્લ પંજાબી બોલિવુડમાં કામ મેળવવા માંગતી હતી. પાર્ટ ટાઇમ તે મોડેલિંગ પણ કરતી હતી પરંતુ તેનું સપનું અભિનેત્રી બનવાનું હતું. ઘણા દિવસોથી કામ નહી મળવાનાં કારણે તે નિરાશ થઇ ચુકી હતી. પર્લ જે બિલ્ડિંગમાં રહે છે તેના ગાર્ડે જણાવ્યું કે, આ ઘટના આશરે 12.15 થી 12.30 વાગ્યા વચ્ચેની છે. છલાંગ લગાવ્યા બાદ પર્લને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
મોદી સરકારનો ચમત્કાર, બેંકોના ડુબેલા 1.21 લાખ કરોડ પાછા આવ્યા
નાણામંત્રી: સરકારની મોટી જાહેરાત, વિલય બાદ માત્ર 12 સરકારી બેંકો જ રહેશે
મળતી માહિતી અનુસાર પર્લ અને તેમની માં વચ્ચે સંબંધોમાં ખટાશ હતી અને તેઓ કોઇ સ્થળે નોકરી પણ કરી રહ્યા હતા. તે અભિનેત્રી બનવાની જિદમાં પોતાનું ઘર છોડીને મુંબઇ આવી ગઇ હતી અને અહીં અભિનેત્રી બનવા માટે પ્રયત્નો કરી રહી હતી. પરિવારના લોકો પણ તેના બોલિવુડમાં જવા વિરુદ્ધ હતા. એવામાં જ્યારે કામ ન મળ્યું તો પર્લ હતાશ થઇ ગઇ હતી.