મુંબઇ: કોરોના વાયરસ (Coronavirus)ના ભારતમાં વધતા જતા ખતરાથી દરેક ગભરાઇ રહ્યું છે. તો બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોનાને મહામારી જાહેર કર્યા બાદ આ ડર પહેલાંથી વધી ગયો છે. લોકોના આ ડર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. જોકે કોરોના વાયરસના કારણે ઇરાનમાં ફસાયેલા 200 ભારતીય નાગરિકોની ધર વાપસી થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇરાન (Iran)માં ફસાયેલા 200 નાગરિકોને લઇને ભારત આવેલી ફ્લાઇટ શુક્રવારે મુંબઇમાં લેન્ડ થઇ. સુરક્ષાને ધ્યાનમાં રાખતા તમામ યાત્રીઓને એરપોર્ટ પરથી સીધા મુંબઇની હોસ્પિટલના બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં લાવવામાં આવશે, જ્યાં તેમની તપાસ કરવામાં આવશે. તપાસ રિપોર્ટ સંતોષજનક થતાં તેમને ઘરે મોકલી દેવામાં આવશે. ત્યાં સુધી તમામ યાત્રીઓને આઇસોલેશન વોર્ડમાં જ રાખવામાં આવશે. 


એરપોર્ટ પરથી આઇસોલેશન વોર્ડ સુધીનું અંતર કાપવા માટે સરકારે એક નેવી બસની વ્યવસ્થા કરી. જાણકારી અનુસાર આ પહેલાં તમામ યાત્રીઓને રાજસ્થાનન જેસલમેર લઇ જવાના હતા, પરંતુ હવે તેમને મુંબઇની હોસ્પિટલોમાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં જ રાખવામાં આવશે. 


તમને જણાવી દઇએ કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની તપાસ અને સારવાર માટે દેશના વિભિન્ન હોસ્પિટલોમાં વિશેષ વોર્ડ બનાવવામાં આવ્યા છે જેમને આઇસોલેશન વોર્ડનું નામ આપવામાં આવ્યું છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube