Nirbhaya case: ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટ પહોંચ્યા નિર્ભયાના પાપી
ચારેય દોષીતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વબરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
નવી દિલ્હીઃ નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષીતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, દોષી અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટ (International Court of Justice)માં અરજી દાખલ કરી છે. ચારેય દોષીતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
એપી સિંહે જણાવ્યું કે, આ કેસમાં વિશ્વભરના લોકો રસ લઈ રહ્યાં છે. વિદેશોમાં વસેલા લોકોને ભારતીય ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ નથી. તેથી તેણે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કહ્યું કે, ચારેય દોષીતો અને તેના પરિવારજનોને ભારતીય ન્યાય વ્યવસ્થા અને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે. ચારેય દોષીતોના પરિવારજનો ઈચ્છે છે કે રાષ્ટ્રપતિ તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી આપે.
નિર્ભયા કેસઃ દોષી મુકેશનો નવો દાવ થયો ફેલ, સુપ્રીમ કોર્ટે નકારી અરજી
આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે દોષી મુકેશ સિંહની તે અરજીને નકારી દીધી હતી, જેમાં તેણે પોતાના તમામ કાયદાકીય ઉપાયોને તે કહેતાં ફરી આપવાની વિનંતી કરી હતી કે તેના જૂના વકિલે તેને ગેરમાર્ગે દોર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ કાયદાકીય ઉપાયો ફરી આપવાની વિનંતી કરતા નિર્ભયા મામલાના દોષી મુકેશ સિંહની અરજી વિચારણીય નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...