નવી દિલ્હી : આજે પાંચ રાજ્યોની ચૂંટણીના જે પરિણામો સામે આવી રહ્યાં છે, તેનાથી 2014નું લોકસભાનું ઈલેક્શન યાદ આવી ગયું. 2014માં સત્તા વિરોધી લહેર જોવા મળી હતી. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ઈલેક્શનમાં બીજેપીની હાર અને મિઝોરમમાં કોંગ્રેસની હાર થતી હાલ જોવી મળી છે. જ્યારે કે તેલંગણામાં કેસીઆર પોતાની સત્તા બચાવી રાખવામાં સફળ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપી ગત 15 વર્ષથી સત્તામાં હતી. જ્યારે કે, રાજસ્થાનમાં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપે 2013માં વાપસી કરી હતી. પરંતુ પાંચ વર્ષમાં જ રાજસ્થાનના વોટર્સનો વસુંધરા રાજે તરફનો મિજાજ બદલાયો હતો, અને આજે તેઓ હાર તરફ સરકી રહ્યાં છે. તો બીજી તરફ બીજેપી શાસિત ત્રણ રાજ્યોમાં તેઓને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે, અને આ રાજ્યોમાં હવે કોંગ્રેસ સત્તા પર આવતી દેખાઈ રહી છે. આવું જ કંઈક 2014માં થયું હતું, લોકોએ તેને પણ સત્તા વિરોધી લહેર ગણાવી હતી. 


2014માં શરૂ થઈ હતી સત્તા વિરોધી લહેર
ગત લોકસભા ઈલેક્શનમાં મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારની વિરુદ્ધ જબરદસ્ત સત્તા વિરોધી લહેર જોવા મળી હતી. 2જી સ્પેક્ટ્રમ, કોલસા બ્લોક ફાળવણી અને કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક કૌભાંડોને પગલે લોકોએ મનમોહન સિંહની વિરુદ્ધ વોટ કર્યું હતું અને લોકોએ ભાજપના ખાતમાં વોટ આપ્યા હતા. આ જ કારણ હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીની સ્પષ્ટ બહુમતી મળી હતી, અને એનડીએના હાથમાં સરકાર સરકી હતી. લોકસભા ઈલેક્શન બાદ પહેલી વિધાનસભા ચૂંટણી દિલ્હીમાં યોજાઈ હતી. રાજ્યની 70 વિધાનસભા સીટમાંથી આમ આદમી પાર્ટીને 67 સીટ મળી હતી. દિલ્હીના નાગરિકો બીજેપી અને કોંગ્રેસ બંનેની વિરુદ્ધ જતા રહ્યા હતા. કોંગ્રેસ દિલ્હી ઈલેક્શનમાં કોઈ પણ ખાતુ ખોલી શકી ન હતી. 


દેશના જે રાજ્યોમાં સત્તારુઢ દળની વિરુદ્ધ જનાદેશ ગયું, તેમાં મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર આવી હતી. આવામાં અનેક રાજ્યોની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો છે. તેને કારણે કોંગ્રેસને અનેક રાજ્યોમાં પોતાની સત્તા ગુમાવવી પડી હતી. હવે આવુ જ બીજેપી સાથે થઈ રહ્યું છે, અને હાલ તે ત્રણ મોટા રાજ્યોમાં પોતાની સત્તા ગુમાવી રહેતી દેખાઈ રહી છે. 


કોંગ્રેસે ગુમાવ્યા હતા આ રાજ્યો
2014ના લોકસભા ઈલેક્શન બાદ મહારાષ્ટ્ર, હરિયાણા, આસામ, આંધ્રપ્રેદશ, ઝારખંડ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ઈલેક્શન થયા હતા. આ તમામ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, અને તેમને સત્તા વિરોધી પરિવર્તનનો સામનો કરવો પડ્યો હતો. કર્ણાટક ઈલેક્શનમાં પણ આવું જ થયું. એક બાદ એક રાજ્યની સત્તા કોંગ્રેસના હાથમાંથી સરકતી ગઈ હતી. તો પંજાબમાં અકાલી દળ અને બીજેપી ગઠબંધનની સરકારને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો હતો અને યુપીમાં અખિલેશ યાદવને પણ આ ટ્રેન્ડને પગલે સત્તા ગુમાવવી પડી હતી. 


આંધ્ર પ્રદેશમાં ટીડીપીના કોંગ્રેસ અને વાઈએસઆર કોંગ્રેસને હરાવીને સત્તા મેળવી હતી. બાકીના તમામ રાજ્યોમાં બીજેપી વિજેતા બનીને ઉભરી હતી. આમ, કોંગ્રેસને 2014માં મોટી પછડાટનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કે આજના ઈલેક્શન રિઝલ્ટમાં કોંગ્રેસનું પલડુ મજબૂત બનતું દેખાયું છે. ક્યાંકને ક્યાંક ભાજપની નબળાઈઓ લોકોની સામે આવી છે, અને લોકોએ ફરીથી કોંગ્રેસને પસંદ કર્યું છે. 


કેટલાક મુખ્યમંત્રીઓ રાજ્ય બચાવી શક્યા હતા
એવું નથી કે, બધા જ રાજ્યોમાં સત્તારુઢ પાર્ટીને પોતાની સત્તા ગુમાવવી પડી હતી. ઓરિસ્સામાં નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજેડી અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પરિવર્તનના આ લહેરમાં સરળતાથી બચી ગઈ હતી. પોતાની સરકાર બચાવી રાખવામાં તેઓ સફળ રહ્યા હતા. તો બીજી તરફ, ગત વિધાનસભા ઈલેક્શનમાં પોતાના ગૃહ રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સત્તા તો બચાવી શક્યા હતા, પરંતુ ગુજરાતી વોટર્સનો રોષ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. પરિણામ એક સમયે તો કોંગ્રેસના તરફેણમાં ગયા હતા, પરંતુ તેમ છતાં સત્તા બનાવાવમાં બીજેપી સફળ રહી હતી.