અમદાવાદ : માનવ માત્ર રજાને પાત્ર ! દરેક વ્યક્તિને રજાની રાહ રહેતી હોય છે. લોકો તે જાણવા માટે ઉત્સુક રહે છે કે આગામી વર્ષોમાં તેમને કેટલી રજા મળશે. જો કે 2019 આ મુદ્દે થોડુ નબળું છે. 2019માં તમને પ્રમાણમાં એટલા લાંબા વીકેન્ડ્સ નહી મળી શકે જેટલા 2018માં ભોગવ્યા હતા. 2018ની વાત કરીએ તો લોકોને 16 લાંબા વિકેન્ડ મળ્યા હતા પરંતુ 2019માં તમને ઘણા ઓછા આ પ્રકારના લાંબા વિકેન્ડ્સ મળવાનાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં માત્ર 10 લાંબા વિકેન્ડ્સ મળી રહ્યા છે, એટલે કે આ વર્ષે તમને હરવા ફરવા અને નાની નાની રજાઓ મનાવવા માટેની ઓછી તક મળશે. ગત્ત થોડા વર્ષોમાં 10થી ઉપર લાંબા વીકેન્ડ્સ મળતા રહ્યા છે. 2015માં 14 લાંબા વીકેન્ડ્સ, 2016માં 16 લાંબા વીકેન્ડ્સ, 2017માં 14 લાંબા વીકેન્ડ્સ અને 2018માં 16 લાંબા વિકેન્ડ્સ પડ્યા હતા. આ દ્રષ્ટીએ 2019માં માત્ર 10 જ લાંબા વીકેન્ડ્સ મળી રહ્યા છે, જે પ્રમાણમાં ઓછા છે. 

3થી4 દિવસ લાંબા વીકેન્ડ્સ માટે કર્મચારીઓને 2019માં વધારે રજાઓ લેવી પડશે. એક અનુમાન અનુસાર 2019માં કર્મચારી ઓછામાં ઓછી 13 રજાઓ લેવી પડી શકે છે. જેથી તેમને લાંબા વિકેન્ડ્સનો ભરપુર આનંદ લેવાની તક મળી શકે. 
ઓગષ્ટ અને અપ્રીલ 2019માં સૌથી વધારે લાંબી રજાઓ હશે પરંતુ તેમ છતા પણ કર્મચારીઓને લાંબા વિકેન્ડ માટે થોડા દિવસોની રજા લેવી પડશે. 2019માં પહેલુ લાંબુ વિકેન્ડ 12 જાન્યુઆરીથી ચાલુ થશે. 2018માં માં મોનસુન દરમિયાન લોકોને નાની-નાની રજાઓ ખુબ મનાવી 2019માં 10 વીકેન્ડ જ છે એટલા માટે હરવા ફરવા માટેના શોખી લોકોને પહેલાથી જ પ્લાનિંગ કરવું પડશે. ઓગષ્ટ મહિનામાં એક-બે દિવસની રજા લઇને 9 દિવસનું ટ્રાવેલ પ્લાન બનાવી શકે છે. 

ઓગષ્ટ મહિનામાં મહાવીર જયંતી અને ગુડ ફ્રાઇડે આસપાસ પડનારી 18 એપ્રીલની રજા લઇને 5 દિવસ માટે કંઇ ફરવા જઇ શકો છો. ઓક્ટોબર મહિનામાં પણ ઘણી રજાઓ રહેશે. આ મહિનાનો તમે ભરપુર ફાયદો ઉઠાવી શકો છો. આમ તો લોકો 2-3 દિવસની રજાઓમાં પણ ઓફીસનાં સ્ટ્રેસમાંથી રિલેક્સ થવા માટે નાની-નાની યાત્રાઓ પર નિકળી પડતા હોય છે. મહાનગરોમાં આ ટ્રેંડ વધારે વધી રહ્યો છે. જો કે આ વર્ષે લાંબા વીકેન્ડ્સમાં ઘટાડો થવાનાં કારણે ફરવા જવા માટે થોડી વધારે માથા પચ્ચીસી કરવી પડી શકે છે.