શું કહે છે 2019નો રેકોર્ડ: જે નેતાએ BJP ને ટાટા બાય બાય કર્યું, તેમની રાજકીય કારકિર્દીનો આવી ગયો અંત
UP Election 2022- યુપી ચૂંટણીમાં મતદાનમાં હવે માત્ર 28 દિવસ જેટલો સમય રહી ગયો છે. આવામાં એકવાર ફરીથી ચૂંટણી પહેલા ટિકિટના જુગાડમાં અને રાજકીય ગોટીઓ સેટ કરવા માટે નેતાઓ સતત પક્ષપલટો કરી રહ્યા છે.
નવી દિલ્હી: UP Election 2022- યુપી ચૂંટણીમાં મતદાનમાં હવે માત્ર 28 દિવસ જેટલો સમય રહી ગયો છે. આવામાં એકવાર ફરીથી ચૂંટણી પહેલા ટિકિટના જુગાડમાં અને રાજકીય ગોટીઓ સેટ કરવા માટે નેતાઓ સતત પક્ષપલટો કરી રહ્યા છે. હાલમાં જ યોગી સરકારના મંત્રી અને અન્ય નેતાઓ ધારાસભ્યો સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ સહિત 6 ધારાસભ્યોએ પાર્ટી છોડી. આજે પણ અન્ય એક ધારાસભ્ય વિનય શાક્યએ પાર્ટીને અલવિદા કરી. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના સપા સુપ્રીમો અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.
2019ની લોકસભા ચૂંટણીનો ખેલ દોહરાઈ રહ્યો છે
આમ તો આવી જ કઈક ભાગદોડ 2019 લોકસભા ચૂંટણી પહેલા પણ જોવા મળી હતી. જ્યારે ટિકિટ કપાવવા કે કદ પ્રમાણે મહત્વ ન મળતા અનેક ભાજપ નેતાઓ અને સાંસદોએ મોદી સરકાર પર દલિત, પછાત અને ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવીને પાર્ટી છોડી હતી. અત્રે જણાવવાનું કે આ તમામ નેતાઓએ તરત જ કોઈને કોઈ વિપક્ષી પાર્ટી જોઈન કરી લીધી હતી (મોટાભાગનાએ સપા કરી હતી) ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી લડી. આ તમામ નેતાઓ પોતાના ક્ષેત્રોમાં જ્યાંથી ભાજપ તરફથી 2014માં ચૂંટાઈને આવ્યા હતા ત્યાંથી જ ભાજપ વિરોધમાં લડતા 2019માં ખરાબ રીતે ચૂંટણી હાર્યા હતા અને લગભગ રાજકીય પરિદ્રશ્યમાંથી ગાયબ થઈ રાજકારણમાંથી બહાર થઈ ગયા.
BJP ના વધુ એક વિધાયકે પાર્ટી છોડી, સ્વામી પ્રસાદ મૌર્ય સાથે સપામાં જોડાશે
એક નજર નાખો આ નેતાઓના રેકોર્ડ પર...
6 એપ્રિલ 2019- પટણા સાહિબથી ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાયાઅને 2019માં લોકસભા ચૂંટણી ખરાબ રીતે હાર્યા
16 માર્ચ 2019- અલાહાબાદથી ભાજપ સાંસદ શ્યામચરણ ગુપ્તા એસપીમાં જોડાયા અને બાંદાથી 2019ની લોકસભા ચૂંટણી ખરાબ રીતે હાર્યા.
19 એપ્રિલ 2019- મછલી શહેરથી ભાજપ સાંસદ રામ ચરિત્ર નિષાદ એસપીમાં જોડાયા અને લોકસભા ચૂંટણી હાર્યા.
29 માર્ચ 2019- ઈટાવાથી ભાજપના સાંસદ અશોકકુમાર દોહરે કોંગ્રેસમાં જોડાયા અને ચૂંટણી હાર્યા.
27 માર્ચ 2019- હરદોઈથી ભાજપ સાંસદ અંશુલ વર્મા એસપીમાં જોડાયા પણ ટિકિટ ન મળી.
2 માર્ચ 2019- બહરાઈચથી ભાજપ સાંસદ સાવિત્રી બાઈ ફૂલે કોંગ્રેસમાં જોડાયા, ખરાબ રીતે લોકસભા ચૂંટણી હાર્યા
UP: કોંગ્રેસે 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, ઉન્નાવ ગેંગરેપ પીડિતાની માતાને ટિકિટ
શું કહે છે રાજનીતિક વિશેષજ્ઞ
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ આ અંગે કહે છે કે ભાજપની સમસ્યા એ છે કે જ્યારે તેઓ કોઈ નેતાને વિપક્ષી પાર્ટીમાંથી પોતાની પાર્ટીમાં સામેલ કરી લે છે તો તેની લાર્જર ધેન લાઈફ છબી બનાવી દે છે. જે દર્શાવે છે કે તેઓ પોતાના સમાજના ખુબ મોટા નેતા છે અને જ્યારે આ નેતા જેમની કોઈ વિચારધારા નથી, તેઓ પોતાની માગણી વધારે છે ત્યારે પાર્ટી તેને પૂરી કરવામાં અસમર્થ બની જાય છે અને તેઓ પાર્ટી છોડીને જતા રહે છે. આમ તો તેનાથી કોઈ ખાસ નુકસાન થવાનું નથી કારણ કે આ સ્થાનિક નેતાઓ વગર પણ ભાજપે 2014માં મોટી જીત મેળવી હતી. પરંતુ નિશ્ચિતપણે ચૂંટણી સમયે એક સંદેશ ચોક્કસ જાય છે જેનાથી થોડો ફરક પડે છે.
તેમણે કહ્યું કે આ નેતાઓ હવે સમાજનું ખાસ પ્રતિનિધિત્વ કરતા નથી અને ન તો તેમની પાસે હવે કોઈ વોટબેંક છે. પરંતુ તેઓ પોતાના પુત્ર અને પુત્રીઓના રાજકીય ભવિષ્ય અંગે ખાસ્સા સક્રિય છે જે જનતાને પણ ખબર પડે છે આથી આ વિધાનસભા ચૂંટણીમાં તેમના જવાથી કોઈ વિશેષ ફરક પડતો જોવા મળી રહ્યો નથી.
અનેક વિધાયક ભાજપમાં આવ્યા
આ ઘટનાક્રમ બાદ પલટવાર તરીકે ભાજપે પણ વિપક્ષી પાર્ટીઓને મોટો ઝટકો આપતા 1 કોંગ્રેસ ધારાસભ્ય, એક સપા વિધાયક અને એક પૂર્વ વિધાયકને પાર્ટીમાં સામેલ કરાવ્યા. સપા વિધાયક હરિઓમ યાદવ તો સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના વેવાઈ છે અને તેના ગઢ ફિરોઝાબાદના મજબૂત નેતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube