નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 227 કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં 32 લોકોના મોત કોરોનાના સંક્રમણથી થયા છે. જ્યારે કોરોના પર રિસર્ચ કરવા માટે પાવર ટીમની રચના કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, લોકોનું સમર્થન ના મળવાથી દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. સરકાર કોરિયા, તુર્કી, વિયતનામથી મદદ માગી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હીમાં ડોક્ટર પણ બન્યો દર્દી, કોરોનાના લક્ષણ જોવા મળતા કરાયો કવોરન્ટાઇન


લવ અગ્રવાલે કહ્યું કે, સમાજના તમામ લોકોનો સાથ મળવો જરૂરી છે. લેન્ડ ઓનર્સ ડોક્ટર્સનું મકાન ખાલી કરવા માટે બોલી રહ્યાં હતા. Covid-19 માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કોરોના પર રિસર્ચ કરશે.


આ પણ વાંચો:- Nizamuddin: તબલીગી જમાત વિશે ખાસ જાણો, જેના કારણે દિલ્હીમાં કોરોનાના કેસનો થયો વિસ્ફોટ


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ICMRના ડો. રમન ગંગાખેડરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 42788 લોકોના સેમ્પલ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 4346 લોકોના સેમ્પલ ટેસ્ટ સોમવારે કરવામાં આવ્યા હતા. 123 લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 49 પ્રાઇવેટ લેબને કોરોના ટેસ્ટની પરવાનગી આપવામાં આવી છે. સોમવારના પ્રાઇવેટ લેબમાં 399 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube