નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગત્ત એક વર્ષમાં ઓછામાં ઓછા 25 નગરો અને ગામોનાં નામ બદલવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે જ્યારે નામ પરિવર્તિત કરવાનાં અનેક પ્રસ્તાવ તેની પાસે લંબાયેલો છે અને તેમાં પશ્ચિમ બંગાળનો નામ બદલવાનો પણ સમાવેશ થાય છે. અધિકારીક સુત્રોએ આ માહિતી આપી છે. જે વિસ્તારનાં નામ બદલાયા છે તેની યાદીમાં ઉત્તરપ્રદેશના અલ્હાબાદ અને ફૈઝાબાદ હાલનો વધારો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક પ્રસ્તાવ કેન્દ્ર સરકારની પરવાનગી મેળવવાની રાહે છે. તેમાં પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવાનો પ્રસ્તાવ પણ છે. આ પ્રક્રિયા ખુબ જ લાંબી અને તેમાં અનેક કેન્દ્રીય મંત્રાલય અને વિભાગનો સમાવેશ થાય છે. ગૃહમંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્ર ગૃહમંત્રાલયમાં ગત્ત એક વર્ષમાં દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં 25 નગરો અને ગામોનાં નામ બદલવાનાં પ્રસ્તાવને મંજુરી આપી છે. 

સુત્રો અનુસાર અલ્હાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાનાં પ્રસ્તાવ અત્યાર સુધી ઉત્તરપ્રદેશ સરકારે મંત્રાલયને નથી મોકલ્યું. વિચારાધિન નામ પરિવર્તન પ્રસ્તાવોમાંથી કેટલાક છે, આંધ્રપ્રદેશનાં પૂર્વી ગોદાવરી જિલ્લામાં રાજમુંદરીનું નામ રાજામહેન્દ્રવર્મન, આઉટર વ્હીલર આઇલેન્ડનું નામ એપીજે અબ્દુલ કલામ દ્વીપ, કેરળના માલાપ્પુરા જિલ્લામાં અરિક્કોડને અરીકોડ, હરિયાણામાં જિંદ જિલ્લાનાં પિંડારીને પાંડુ પિંડારા, નાગાલેન્ડનાં ખીરફીરે જિલ્લામાં સનફુરનું નામ સામફુરે કરવાનાં પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે. 

ઉપરાંત મહારાષ્ટ્રનાં સાંગલી જિલ્લામાં લંગડેવાડીનું નામ નરસિંહગાવ, હરિયાણામાં રોહતક જિલ્લામાં સાંપલાનું નામચૌધરી સર છોટૂરામ નગર કરવાનો પ્રસ્તાવનો સમાવેશ થાય છે. એક અન્ય અધિકારીએ કહ્યું કે, ગૃહમંત્રાલય સંબંધિત એજન્સીઓના પરામર્શથી હાલના દિશાનિર્દેશ અનુસાર એવા પ્રસ્તાવોનો સ્વિકાર કર્યો છે. ગૃહમંત્રાલય રેલ મંત્રાલય, પોસ્ટ વિભાગ અને ભારત સર્વેક્ષણ વિભાગ પણ નામ બદલવાને મંજુરી આપે છે. આ સંગઠનોને તે પૃષ્ટી કરે છે કે પ્રસ્તાવિત નામનું તેના રેકોર્ડ્સમાં કોઇ અન્ય ગામ છે કે નહી.