અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ વખતે પહેલી દિવાળી છે.. સ્વાભાવિક છેકે, આ દિવાળી અયોધ્યાવાસીઓ માટે અને સમગ્ર વિશ્વના સનાતનીઓ માટે ખાસ જ હોય.. હાલ ભગવાન રામની નગરી અયોધ્યા રોશનીથી જગમગી ઊઠી છે.. લાઈટોથી રામના ધામની એવી ભવ્ય સજાવટ કરવામાં આવી છેકે જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય.. એટલું જ નહીં આ દિવ્ય દિવાળી પર સરયૂ ઘાટ પર એક સાથે કેટલાય રેકોર્ડ તૂટવા જઈ રહ્યા છે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામાયણની ચોપાઈ સાથે જ્યારે આ લાઈટો ઝગમગી ઊઠે છે.. તો દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. રંગબેરંગી લેઝર લાઈટ જ્યારે સરયૂના તટ પર પોતાની છટા વિખેરે છે તો સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.  રામનગરીમાં દીપોત્સવની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે.. 


આકર્ષક લાઈટોથી અયોધ્યા ધામને શણગારવામાં આવ્યું છે.. સરયૂનો પાવન ઘાટ અને મંદિર ભગવા લાઈટોથી રામમય થઈ ગયો છે.. ધર્મપથ અને રામપથ 3D લાઈટોથી ઝગમગી રહ્યું છે.. આ નજારો ભવ્ય છે, અદ્ભૂત છે અને સુંદર છે.. અને આ અદ્ભુત સજાવટને જોવા માટે દૂર દૂરથી ભક્તો અયોધ્યા પધારી રહ્યા છે.. 


ભવ્ય લેઝર લાઈટ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ દિવાળી ખૂબ જ ભવ્ય અને દિવ્ય હશે.. આ માટે વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. વિશ્વમાં એક અલગ ઓળખ ઉભી કરનારા અયોધ્યા દીપોત્સવ આ વખતે ફરી એક રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.. આ વખતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સરયૂ નદીના કિનારે 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે..


સરયૂ નદીના કિનારે ઘાટ પર 1100 લોકો એકસાથે આરતીમાં ભાગ લેશે.. સાથે જ દિવાળીના દિવસે ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવશે.. ગયા વર્ષે અયોધ્યા દીપોત્સવ નિમિત્તે 51 ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે 55 ઘાટો પર દીવા પ્રગટાવવાની યોજના છે..


એટલા માટે તૈયારીઓ અંતિમ ચરણમાં છે. રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી દિવાળી છે.. અને એટલા માટે અયોધ્યાની દિવાળી ખૂબ જ ભવ્ય અને દિવ્ય હશે.