ભાજપના 25 અને શિંદે જૂથના 13 ધારાસભ્યો બનશે મંત્રી, કેબિનેટ વિસ્તાર પર બની રહી છે સહમતિ
એકનાથ શિંદેના નેતૃત્વમાં થયેલા બળવા બાદ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું હતું. હવે શિંદે રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે. ટૂંકમાં મહારાષ્ટ્રની નવા સરકારના મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની કેબિનેટમાં કુલ 45 મંત્રી હોવાની સંભાવના છે, જેમાં મોટા ભાગના ભાજપમાંથી હશે. સૂત્રોનું કહેવું છે કે નવા મંત્રીમંડળમાં ભાજપના 25 અને એકનાથ શિંદેની શિવસેનાના 13 મંત્રી સામેલ થશે. તો અપક્ષ ધારાસભ્યોને પણ મંત્રી બનાવવાની સંભાવના છે. શિંદેની આ નવી સરકારમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સિવાય મોટાભાગના નવા મંત્રી સામેલ થશે.
સૂત્રોનું કહેવું છે કે ભાજપ આગામી મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા નવા ચહેરાને અજમાવવા ઈચ્છે છે. તેથી ભાજપ આ નવા ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. સૂત્રોનું તે પણ કહેવું છે કે સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા જ મંત્રીઓના નામ પર સહમતિ આપવામાં આવી રહી છે.
એકનાથ શિંદેએ શિવસેનામાં તખ્તાપલટનું નેતૃત્વ કર્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં સત્તા સંભાળી છે. તેમણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારને પાડી દીધી. આ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ તેના ડેપ્યુટીના રૂપમાં સામેલ થયા છે.
આ પણ વાંચોઃ BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેને જબરદસ્ત મોટો ઝટકો, થાણાના 66 કોર્પોરેટર્સ શિંદે સાથે
સૂત્રોનું કહેવું છે કે શિંદે સેના અને ભાજપ વચ્ચે ફોર્મ્યુલાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સૂત્ર પ્રમાણે શિવસેનાના દરેક ત્રણ ધારાસભ્યો માટે એક મંત્રાલય મળશે અને ભાજપને દરેક ચાર ધારાસભ્યો માટે એક પદ મળશે. શિંદે સહિત 16 ધારાસભ્યોની સંભવિત અયોગ્યતા પર 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની સુનાવણી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા વિદ્રોહી જૂથના 16 સભ્યોને મોકલેલી અયોગ્યતાની નોટિસની વૈધતા પર નિર્ણય કરશે. પરંતુ શિંદે જૂથનો દાવો છે કે તે અસલી સેના છે અને ટીમ ઠાકરે અલ્પસંખ્યક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube