જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસમાં 250 આતંકવાદી, એલર્ટ પર સુરક્ષાદળ
આતંકવાદીઓને ખીણમાં ઘુસતા અટકાવવા માટે આર્મીએ પોતાની ચોક્સાઇ વધારી દીધી છે, હાલમાં પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક નિગમ ચૂંટણીનાં એક દિવસ પહેલા પાકિસ્તાન દ્વારા ગોટાળા કરવાનાં કાવત્રાનો ખુલાસો થયો છે. એક સૈન્ય અધિકારીનાં અનુસાર હાલ 300થી વધારે આતંકવાદીઓ સક્રિય છે. જે પૈકી 250 જેટલા આતંકવાદીઓ લોન્ચપેડ પર છે અને ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. શુક્રવારે કુપવાડાના કેરન સેક્ટરમાં મીડિયા સાથે વાત કરતા લેફ્ટિનેંટ જનરલ એકે ભટ્ટે પણ કહ્યું હતું કે, કાશ્મીરમાં 300થી વધારે આતંકવાદીઓ સક્રિય છે. બીજી તરફ સીમા અને એલઓસી નજીકનાં પાકિસ્તાન ટેરર લોન્ચ પેડ્સ પર આશરે 250 આતંકવાદીઓ હાજર હોવાનાં ઇનપુટ મળ્યા છે.
સુત્રોએ જણાવ્યું કે, આતંકવાદી રાજ્યમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી ગતિવિધિ પુરી પાડવાની ફિરાકમાં છે. સૈન્યનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ સમાચાર બાદ સેના એલર્ટ પર છે અને આતંકવાદી મનસુબાઓને નષ્ટ કરવા માટે સંપુર્ણ તૈયાર છે. આતંકવાદી હૂમલાને ધ્યાને રાખી આર્મી પોલીસ, સીઆરપીએફ સહિત તમામ સુરક્ષા દળોએ પોતાની સક્રિયતા વધારી દીધી છે.
આતંકવાદીઓને ખીણમાં ઘુસતા અટકાવવા માટે આર્મીએ પોતાની ચોકસાઇ વધારી દીધી છે. સાતે જ સોમવારે ચાર તબક્કામાં ચાલુ થઇ રહેલ સ્થાનિક એકમકની ચૂંટણીને જોતા વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણીને સરળતાથી પુર્ણ કરવા માટે વિસ્તૃત સિક્યોરિટી પ્લાન બનાવવામાં આવ્યો છે.
ચૂંટણીને જોતા સુરક્ષાદળો દ્વારા સધન ચેકિંગનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમને કહેવામાં આવ્યું કે, વાહનોનાં ચેકિંગની સાથે દરેક શંકાસ્પદ વ્યક્તિ પર કડક નજર રાખવામાં આવે. ઉપરાંત સ્નિફરડોગ પણ કામે લગાવવામાં આવ્યા છે. એક અધિકારીએ હવાલાથી જણાવ્યું કે, અમે નાના દળો બનાવીને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. મોટા ભાગનાં ઉમેદવારોને સુરક્ષીત સ્થળો પર રાખવામાં આવ્યા છે અને કેટલીક વિશેષ સુરક્ષા પણ આપવામાં આવી છે. ઓપરેશન દ્વારા આ વિસ્તારને સુરક્ષીત કરવામાં આવ્યો છે અને સુરક્ષાદળની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.