નવી દિલ્હીઃ 26 February 2021 Bharat Bandh, Bharat Bandh on 26th February 2021: દેશના આઠ કરોડથી વધુ વેપારીઓએ કાલ એટલે કે 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. વેપારીઓએ જીએસટી વ્યવસ્થાને સરળ બનાવવા સહિત ઘણી અન્ય માંગો માટે ભારત બંધનું આહ્વાન કહ્યું છે. કાલના બંધ પહેલા વેપારીઓએ પોતાની સમસ્યાના સમાધાન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો પણ સંપર્ક કર્યો હતો. પાછલા રવિવારે તેમણે પત્ર લખી પોતાની માંગની જાણકારી આપી હતી. વેપારીઓએ પોતાના પત્રમાં પ્રધાનમંત્રી સમક્ષ જીએસટી વ્યવસ્થામાં સુધાર કરવા અને મુખ્ય કંપનીઓ દ્વારા ઈ-વાણિજ્ય નિયમોના ઉલ્લંઘનનો મામલો ઉઠાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બંધનું આહ્વાન છૂટક વેપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) એ કર્યું છે. કેટે પીએમને લખેલા પોતાના પત્રમાં જીએસટી વ્યવસ્થાની સમીક્ષા માટે એક કાર્ય સમૂહની રચના કરવાની માગ કરી હતી. પરંતુ સરકાર તરફથી કોઈ આશ્વાસન મળ્યું નથી. કેટે જીએસટીના સરળ અમલીકરણ નક્કી કરવા માટે દરેક જિલ્લામાં જીએસટી કાર્ય સમૂહની રચના કરવાનું સૂચન કર્યું હતું. કેટનો દાવો છે કે તેના આ બંધમાં આઠ કરોડથી વધુ કારોબારી ભાગ લેશે. આ વેપારી જીએસટીમાં સુધારની માંગ સાથે પેટ્રોલિયમ પદાર્થોમાં વધતા ભાવનો પણ વિરોધ કરશે. 


આ પણ વાંચોઃ LoC પર શાંતિ રાખવા માટે ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે થઈ વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા


ભારત બંધ દરમિયાન વેપારી દેશભરમાં પોતાની દુકાનો અને બજાર બંધ રાખશે. આ સાથે તેઓ અલગ-અલગ સ્થળો પર ધરણા કરશે. વેપારીઓના આ બંધની પરિવહન વ્યવસ્થા પર કોઈ અસર પડશે નહીં. તેનાથી માત્ર વ્યાવસાયિક ગતિવિધિઓ પ્રભાવિત રહેવાની સંભાવના છે. 


કેટનો દાવો છે કે ભારત બંધના તેના આહ્વાનને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશને સમર્થન આપ્યું છે અને તે 26 ફેબ્રુઆરીએ પોતાના ટ્રક રસ્તા પર ચલાવશે નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube