નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે, મહારાષ્ટ્રનાં ઠાણે જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓ ઓછામાં ઓછા 2 લોકોના મોત નિપજ્યા છે. 66 વર્ષીય માછીમાર સ્ટીનીટ અદનાનીનું મોત વિજળી પડવાનાં કારણે થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ઠાણે જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત નિપજ્યા. 66 વર્ષીય માછીમાર સ્ટીની અદમાનીનું મોત વિજળી પડવાનાં કારણે થઇ, તો અન્ય 6 લોકો ઘાયલ થઇ ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા છે. તે ઉપરાંત માર્ગ દુર્ઘટનામાં એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. 

દિલ્હી - એનસીઆરમાં લોકોને તપતી ગર્મીથી રાહત મળી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આસપાસના વિસ્તારમાં આજે ઝડપી તોફાનની સાથે વરસાદ પડ્યો હતો. તોફાની વરસાદના કારણે 27 ઉડ્યનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. રાજધાનીમાં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.