નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ સતત તેના સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 149 કેસ સામે આવી ચુક્યા છે. વિદેશ મંત્રાલયે બુધવારે લોકસભામાં જણાવ્યું કે, વિદેશોમાં 276 ભારતીય કોરોનાથી સંક્રમિત છે. તેમાં સૌથી વધુ અસર ઈરાનમાં જોવા મળી રહી છે. ત્યાં 255 ભારતીય કોરોનાના પોઝિટિવ જોવા મળ્યા છે. આ સિવાય સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)માં 12, ઇટાલીમાં 5, હોંગકોંગ, કુવૈત, રવાન્ડા અને શ્રીલંકામાં એક-એક ભારતીય આ ગંભીર વાયયરના ઝપેટમાં આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાનમાં 255 ભારતીય કોરોનાથી સંક્રમિત
વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને બુધવારે લોકસભામાં આ જાણકારી આપી હતી. તેમણે લોકસભામાં પૂછાયેલા એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું કે, વિદેશમાં આ સમયે 276 ભારતીય કોરોનાથી પીડિત છે. ઈરાનમાં સૌથી વધુ 255 કેસ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે, સોમવારે ઈરાનથી 53 ભારતીયોનો ચોથો જથ્થો ભારત પરત ફર્યો અને આ સાથે કોરોના વાયરસથી પ્રભાવિત દેશથી કાઢવામાં આવેલા લોકોની કુલ સંખ્યા 389 થઈ ગઈ છે. 


દેશમાં 16 રાજ્યોમાં ફેલાયો ઘાતક કોરોના વાયરસ, ક્યા શું છે સ્થિતિ તે જાણવા માટે કરો ક્લિક


યૂએઈમાં 12 અને ઇટાલીમાં 5 કેસ આવ્યા સામે
બુધવારે લોકસભામાં વિભિન્ન દળોના સભ્યોએ કોરોના વાયરસના પ્રકોપને કારણે ઇટાલી, ઈરાન, ફિલીપીન્સ અને મલેશિયામાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી કાઢવા માટે સરકાર પાસે તત્કાલ માગ કરી છે. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, આ વિષય પર સરકાર તરફથી ગૃહમાં નિવેદન આપવામાં આવશે. રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટીના એન કે પ્રેમચંદ્રને શૂન્યકાળમાં આ મામલો ઉઠાવતા કહ્યું કે, કોરોના વાયરસને કારણે પ્રભાવિત દેશોથી વિમાનોના આવન-જાવન પર પ્રતિબંધને કારણે હજારો ભારતીય વિશેષ રૂપથી વિદ્યાર્થી ઇટાલી, ઈરાન, મલેશિયા અને ફિલીપીન્સમાં ફસાયા છે. 


વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને લોકસભામાં આપી જાણકારી
એન કે પ્રેમચંદ્રને કહ્યું કે, કેન્દ્ર સરકારે આ ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સંબંધિત દેશોમાં વિશેષ વિમાન મોકલવું જોઈએ. ભાજપના અજય મિશ્રા ટેનીએ પણ આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ દિશેમાં જેટલું શાનદાર કામ કર્યું છે, તેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. તેમણે કહ્યું કે, હજારો ભારતીયોને બીજા દેશમાંથી પરત લાવવામાં આવ્યા છે. તેમણે સ્વાસ્થ્ય કર્મીઓ અને મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરતા ગૃહમાં એક પ્રસ્તાવ પાસ કરવાનું પણ સૂચન આપ્યું હતું. 


વિદેશોમાં ફસાયેલા ભારતીયોને કાઢવાની ઉભી માગ
કોંગ્રેસના એ ચેલ્લાકુમારે આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે, આજે પણ મલેશિયામાં 300 વિદ્યાર્થીઓ ફસાયેલા છે, ફિલીપીન્સમાં પણ ભારતીય લોકો ફસાયેલા છે અને તે દેશોની સરકારે લોકોને કાઢવા માટે 72 કલાકની સમય મર્યાદા આપી છે જે જલદી પૂરી થઈ જશે. આ લોકો ત્યાં ભોજન-પાણી વગર રહી રહ્યાં છે. તેણણે સરકારને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે, મનીલા, રોમ, ક્વાલાલંપુર અને ઇરાનમાં ભારતીય ફસાયેલા છે. તેમાં માછીમારો પણ સામેલ છે જે પીડિત છે. તેમણે કેન્દ્ર સરકારને આ મામલામાં પગલાં ભરવા અને વિશેષ વિમાન મોકલવાની માગ કરી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...