ચેન્નઈઃ સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારમને રવિવારે કહ્યું કે, છેલ્લા 6 વર્ષમાં પાકિસ્તાનથી આવેલા 2838 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ચેન્નઈમાં નાગરિકતા સંશોધન કાયદા પર એક કાર્યક્રમ દરમિયાન સીતારમને કહ્યું, 'છેલ્લા 6 વર્ષમાં 2839 પાકિસ્તાની શરણાર્થીઓ, 914 અફઘાની અને 172 બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી, જેમાં મુસ્લિમ પણ સામેલ છે. 1964થી લઈને 2008 સુધી 4 લાખથી વધુ તમિલો (શ્રીલંકાના)ને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્મલા સીતારમને આગળ કહ્યું, '2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આગેલા 566થી વધુ મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 2016થી લઈને 2018 દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં આશરે 1595 પાકિસ્તાની પ્રવાસીઓ અને 391 અફઘાનિસ્તાની મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.' મંત્રીએ આગળ કહ્યું, '2016માં આ દરમિયાન અદનાન સામીને પણ ભારતીય નાગરિકતા આપવામાં આવી, આ એક ઉદાહરણ છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર