#AssemblyElections2019 : વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી 32 લાખ ટ્વીટ્સ કરાઈ
નવી દિલ્હીઃ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે શુક્રવારે જણાવ્યું કે, તાજેતરમાં જ પુરી થયેલી હરિયાણા-મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેમની સાઈટ પર 32 લાખ ટ્વીટ કરવામાં આવી છે. ટ્વીટરના ભારત ખાતેના પબ્લિક પોલિસી અને ગવર્નમેન્ટ વિભાગના સિનિયર એસોસિએટ પાયલ કામતે જણાવ્યું કે, "જે લોકો અર્થપૂર્ણ રાજનીતિ માટેનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માગતા હતા તેમના માટે ટ્વીટર મુખ્ય હબ રહ્યું હતું. વિધાનસભા ચૂંટણી 2019માં કુલ 32 લાખ ટ્વીટ કરવામાં આવી હતી."
સૌથી વધુ ટ્વીટ કરનારા નેતાઓમાં દેવેન્દ્ર ફડણવી (@Dev_Fadnavis), મનોહરલાલ ખટ્ટર (@mlkhattar), આદિત્ય ઠાકરે (@AUThackeray), શરદ પવાર (@PawarSpeaks) અને સુભાષ બરાલા (@subhashbrala) મુખ્ય છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી રહેલી પાર્ટીઓમાં ભાજપ-શવિસેના ગઠબંધન 38 ટકા ટ્વીટ સાથે ટોચના સ્થાને રહ્યું છે અને ત્યાર પછી કોંગ્રેસ-એનસીપી ગઠબંધન 33 ટકા સાથે બીજા સ્થાને છે.
જે 'લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ'ને સમર્થન આપશે, પાર્ટી તેને ટેકો આપશેઃ દુષ્યંત ચૌટાલા
હરિયાણામાં ભાજપ દ્વારા ટ્વીટર પર 54 ટકા ટ્વીટ્સ પર પ્રચાર કરાયો હતો, જ્યારે કોંગ્રેસનો શેર 40 ટકા રહ્યો હતો. બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે હેશટેગ સાથે સૌથી વધુ ટ્વીટ કરવામાં આવી હતી તેમાં #MaharashtraAssemblyPolls, #HaryanaAssemblyPolls, #Maharashtra અને #Election2019નો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રઃ નાયબ મુખ્યમંત્રી નહીં પરંતુ મુખ્યમંત્રી પદ જ જોઈએ છે શિવસેનાને
કામતે વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન મતદારોની લાઈન અને મત આપીને બહાર નિકળતા મતદારોએ પણ ટ્વીટર પર પોતાના ફોટા શેર કર્યા હતા.
જુઓ LIVE TV....