COVID 19 Vaccine Registration: ચાર કલાકમાં આશરે 80 લાખ લોકોએ કરાવ્યું વેક્સિન માટે રજીસ્ટ્રેશન
ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો 1 મેથી કોરોના વેક્સિન લગાવી શકે છે. તે માટે આજ એટલે કે 28 એપ્રિલથી કોવિન અને અન્ય એપ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ થયું છે.
નવી દિલ્હીઃ કોરોના વેક્સિનેશન માટે બુધવારે માત્ર ત્રણ કલાકમાં આશરે 80 લાખ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શરૂઆતમાં કોવિન વેબસાઇટમાં સમસ્યા આવ્યા બાદ સાંજે આશરે 4 કલાકે કોવિન (http://cowin.gov.in), આરોગ્ય સેતુ અને ઉંમગ એપ પર રજીસ્ટ્રેશન શરૂ થયું છે. ત્યારબાદ રાત્રે 8 કલાક સુધી કુલ 79 લાખ 65 હજાર 720 લોકોએ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો 1 મેથી કોરોના વેક્સિન લગાવી શકે છે. તે માટે આજ એટલે કે 28 એપ્રિલથી કોવિન અને અન્ય એપ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ થયું છે. નેશનલ હેલ્થ ઓથોરિટાના સીઈઓ અને કોવિન એણ્પાવર્ડ કમિટીના ચેરપર્સન આર. એસ. શર્માએ કહ્યુ કે, આજે કોવિન પર 79,65,720 રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા. તેમાં મોટા ભાગનું રજીસ્ટ્રેશન (4 કલાકથી 7 કલાક) વચ્ચે થયું છે. જેનું ઉંમર 18-44 વર્ષ હતી. પ્રતિ સેકેન્ડ 55 હજાર લોકો સાઇટ પર હતા. સિસ્ટમે અપેક્ષાનુસાર કામ કર્યું.
Covid-19: કોંગ્રેસે કરી સ્વાસ્થ્ય મંત્રીને બરતરફ કરવાની માંગ, ચિદમ્બરમ બોલ્યા- જનતાએ વિદ્રોહ કરી દેવો જોઈએ
સાંજે ચાર કલાક સુધી કોવિનનું સર્વર કામ કરી રહ્યું નહતું અને તેના પર સામે મેસેજ આવી રહ્યો હતો કે- કોવિન સર્વરમાં મુશ્કેલી આવી રહી છે, મહેરબાની કરી બાદમાં પ્રયાસ કરો. પરંતુ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે સરકારી એપ આરોગ્ય સેતુએ ટ્વીટ કરીને કહ્યું કે, કોવિન પોર્ટલ કામ કરી રહ્યું છે. કેટલીક સામાન્ય ખામીઓ હતી જેને ચાર કલાક સુધી ઠીક કરી લેવામાં આવી. 18 વર્ષથી ઉપરના લોકો રજીસ્ટર કરાવી શકે છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube