નવી દિલ્હીઃ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7 ના ત્રણ કેસ અત્યાર સુધી ભારતમાં સામે આવ્યા છે, જેના કારણે ચીનમાં કોવિડ કેસમાં આ દિવસોમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે બુધવારે તેની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર દ્વારા ઓક્ટોબરમાં ભારતમાં  BF.7 ના પ્રથમ કેસની માહિતી સામે આવી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી ગુજરાતથી બે કેસ સામે આવ્યા છે, જ્યારે ઓડિશાથી એક કેસ સામે આવ્યો છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં બુધવારે થયેલી કોવિડ સમીક્ષા બેઠકમાં નિષ્ણાંતોએ કહ્યું કે, પરંતુ હજુ સુધી કોવિડ કેસની સંખ્યામાં વૃદ્ધિ થઈ નથી, પરંતુ વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે સતત સર્વેલાન્સની જરૂરીયાત છે. 


સત્તાવાર સૂત્રો અનુસાર ચીની શહેર વર્તમાનમાં વધુ સંક્રામક ઓમિક્રોન સ્ટ્રેનની ઝપેટમાં છે, મોટા ભાગના BF.7 જે બેઇજિંગમાં ફેલનાર મુખ્ય વેરિએન્ટ છે. જેના કારણે ચીનમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. 


એક સત્તાવાર સૂત્રએ તે પણ જણાવ્યું કે ચીનમાં BF.7 ને કારણે જે રીતે કોરોનાના કેસ વધ્યા છે તેની પાછળ પાછલી લહેરમાં ચીની લોકોમાં મજબૂત ઇમ્યુનિટી ન બનાવી અને સંભવતઃ નબળું રસીકરણ એક કારણ હોઈ શકે છે. 


આ પણ વાંચોઃ Coronavirus: કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક, લોકોને કરી આ ખાસ અપીલ


BF.7, Omicron વેરિએન્ટ BA.5 નો એક સબ-વેરિએન્ટ છે અને તેની સૌથી મજબૂત સંક્રમણ ક્ષમતા છે કારણ કે તે વધુ સંચરિત થાય છે, તેનો ઇન્ક્યુબેશન સમયગાળો ટૂંકો હોય છે, અને તે પુનઃ ચેપનું કારણ બને છે અથવા તો જે લોકોને રસી આપવામાં આવે છે તેમને ચેપ લગાડવાની ઉચ્ચ સંભાવના હોય છે. આ અમેરિકા, બ્રિટન અને બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા યૂરોપીય દેશો સહિત ઘણા અન્ય દેશમાં આ પહેલા મળી ચુક્યો છે. 


ઝડપથી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા રાખે છે BF.7
જેમ ચીનમાં કોવિડની સ્થિતિ સ્પષ્ટ છે કે BF.7, ત્યાં ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર ઓમિક્રોન BF.7 લોકોને જલદી શિકાર બનાવવાની તાકાત રાખે છે, જેના લક્ષણ પણ સંક્રમિત થયા બાદ જલદી જોવા મળે છે, જેનાથી લોકો સરળતાથી સંક્રમિત થઈ જાય છે. 


BF.7 સાથે જોડાયેલા લક્ષણ
સમાચાર પ્રમાણે BF.7 વેરિએન્ટ શ્વસન તંત્રના ઉપરી ભાગને ઇન્ફેક્ટ કરે છે. જેના કારણે નીચે જણાવવામાં આવેલા લક્ષણ જોવા મળે છે. 


આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રીનો રાહુલ ગાંધીને પત્ર, કહ્યું- દેશહિતમાં સ્થગિત કરો ભારત જોડો યાત્રા


- તાવ
- ઉધરસ
- ગળામાં ખારાશ
- નાકમાંથી પાણી નિકળવું
- નબળાઈ
- થાક


કેટલાક લોકો ઉલ્ટી અને ઝાડા જેવા પેટના લક્ષણોનો પણ અનુભવ કરે છે.


કોરોનાના બીજા વેરિએન્ટની જેમ BF.7  પણ તે લોકોને શિકાર બનાવે છે, જેની ઇમ્યૂન સિસ્ટમ નબળી હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube