ગાઝિયાબાદઃ ગાઝિયાબાદની એસોટેક ધ નેસ્ટ સોસાયટીમાં ત્રણ બાળકીઓના લિફ્ટમાં ફસાવાનો મામલો વિવાદમાં આવી ગયો છે. લિફ્ટમાં ફસાવાની ઘટના 29 નવેમ્બરની છે. આ ઘટના બાદ સોસાયટીના લોકો ડરી ગયા છે. તો આ મામલામાં બુધવારે ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનમાં સોસાયટીના એઓએ અધ્યક્ષ ચિત્રા ચતુર્વેદી અને સચિન અભય ઝા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


બાળકીઓએ દરવાજો ખખડાવતા ખબર પડી
સોસાયટીના ડી ટાવરમાં રહેતા શિવમ ગેહલોતે જણાવ્યું કે ત્રીજા ધોરણમાં ભણતી તેની પુત્રી તેજસ્વિની 29 નવેમ્બરે પોતાની મિત્ર મિષિકા અને વૈદેહીની સાથે પાર્કમાં જવા માટે ફ્લેટમાંથી નિકળી હતી. ત્રણેયે 11માં માળેથી લિફ્ટમાં પ્રવેશ કર્યો. આરોપ છે કે દરવાજો બંધ થયો, પરંતુ લિફ્ટ ચાલી નહીં. બાળકીઓનો રાડો પાડવાનો અને લિફ્ટનો દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને ફ્લોર પર રહેતા લોકોએ મેન્ટેનેન્સ ટીમને સૂચના આપી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube