J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ સહિત 3 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓનો ખાત્મો કર્યો છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓનો ખાત્મો કર્યો છે. સુરક્ષાદળોને તેમના મૃતદેહો પણ મળી ગયા છે. આ સાથે તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યાં છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. એવું પણ કહેવાય છે કે માર્યા ગયેલા 3 આતંકીઓમાં પુલવામા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી મુદાસીર પણ સામેલ છે. મળેલી જાણકારી મુજબ આતંકી મુદાસીરે જ આતંકી હુમલા માટે વિસ્ફોટક પહોંચાડ્યા હતાં.
2014ની જેમ મોદી સરકારને સરળતાથી નહિ મળે જીત, સરવેનો આંકડો છે ચોંકાવનારો
સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામાના ત્રાલ વિસ્તારના પિંગલિશમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમને વિસ્તારમાં આતંકીઓની હાજરીની સૂચના મળી હતી. સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી.