રિતેશ યાદવ, મહોબા: પ્રવાસી મજૂરો  (Migrant Laborers) ના મોતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી. ઓરૈયા રોડ અકસ્માત છતાં પણ વહિવટીતંત્ર ગંભીર નથી. ફરી એકવાર પરપ્રાંતિય મજૂરો સાથે અકસ્માત સર્જાયો છે. ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં મજૂરો ભરેલો એક ડીસીએમ ગાડી પંચર થતાં પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અકસ્માત સોમવારે મોટી રાત્રે પનવાડી પોલીસચોકીના ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઇવે પર મહુઆ નજીક સર્જાયો હતો. જ્યાં એક ડીસીએમ ગાડીમાં સવાર થઇને લગભગ બે ડઝનથી વધુ પરપ્રાંતીય મજૂર મહોબા આવી રહ્યા હતા. ત્યારે ડીસીએમ ટાયર પંચર થતાં પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની સૂચના મળ્તાં ઘટનાસ્થળે પહોંચેલા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચઅધિકારીઓએ ઘાયલોને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર પનવાડીમાં ભરતી કરાવ્યા છે. 


જોકે લગભગ બે ડઝન પરપ્રાંતિય મજૂર દિલ્હીથી પગપાળા ચાલીને મહોબા આવી રહ્યા હતા. મજૂરોના અનુસાર હરપાલપુર યૂપી-એમપી બોર્ડર પર પોલીસે તેમને ડીસીએમ ગાડીમાં બેસાડ્યા હતા. આ ગાડી લોખંડનો સામાન ભરીને મહોબા તરફ આવી રહી હતી. ગાડી જેવી મહુઆ વળાંક પાસે પહોંચી તો અચાનક ટાયર પંચર થતાં પલટી ખાઇ ગઇ. જેમાં સવાર મજૂર દબાઇ ગયા અને લોખંડનો સામાન તેમના ઉપર પડ્યો હતો. અકસ્માત થતાં ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ તેની સૂચના પોલીસને આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube