નવી દિલ્હીઃ આસામ રાઇફલ્સના જવાનોએ અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) માં ત્રણ ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ત્રણ ઉગ્રવાદી NSCN- K(YA) સાથે સંબંધ રાખતા હતા. ભારત-મ્યાનમારની સરહદ પર ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. સ્થળ પરથી ચીનમાં બનેલા હથિયાર પણ જપ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 લોકોનું અપહરણ કરીને જઈ રહ્યા હતા
ઘટના સાઉથ અરૂણાચલના ઇન્ડો-મ્યાનમાર બોર્ડરની પાસે તિરાપ જિલ્લાની છે. જાણકારી પ્રમાણે અહીં પ્રતિબંધિત સંગઠન NSCN- K(YA) ના ત્રણ ઉગ્રવાદી બે નાગરિકોનું અપહરણ કરીને મ્યાનમાર લઈ જઈ રહ્યાં હતા. આસામ રાઇફલ્સના સૈનિકોએ તેને તિરાપ જિલ્લામાં લાહૂ પાસે ઠાર કરી દીધા છે. પરંતુ અપહરણ કરાયેલા નાગરિકો વિશે હજુ જાણકારી મળી શકી નથી. 


આ પણ વાંચોઃ 'સાહેબ મારી ભેંસ દૂધ નથી આપતી..' એમ કહીને પશુપાલકે ભેંસ સામે નોંધાવી પોલીસ ફરિયાદ! વાયરલ થયો Video


મણિપુરના હુમલામાં કર્નલ થયા હતા શહીદ
મહત્વનું છે કે મણિપુરના ચુકરાચાંદપુરમાં શનિવારે થયેલા હુમલામાં ભારતીય સેનાના એક કર્નલ, તેમના પત્ની અને 8 વર્ષનો પુત્ર અને આસામ રાઇફલ્સના ચાર જવાન શહીદ થયા હતા. કર્નલ વિપ્લવ ત્રિપાઠી 46મી આસામ રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર હતા. અધિકારીઓએ જણાવ્યું કે દેહેંદ ક્ષેત્રથી નજીક 3 કિલોમીટર દૂર ઘાત લગાવી કરાયેલા હુમલામાં 4 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube