નવી દિલ્હી: દિલ્હીના આનંદ વિહાર વિસ્તામાં બુધવાર સાંજે દિલશાહ ગાર્ડન પાસેથી પસાર થતી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ બંને કારમાં અચાનક આગ લાગી હતી. બંન કારમાં બેઠેલા 5 લોકોમાંથી 3 લોકોનું મોત થયું છે જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કુંભ 2019: અખાડાની જેમ શંકરાચાર્ય બનાવશે સેવા દળ


આ ઘટના બુધવારની સાંજે 7 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. જ્યારે એક કોર્ડ ઇકોસ્પોર્ટ્સ એસયૂવી પૂરપાટ ઝડપે આનંદ વિહારથી વિવેક વિહાર તરફ જઇ રહી હતી. તે દરમિયાન સ્પીડ વધારે હોવાના કારણે કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઇને રોડની બીજી બાજુ આવી ગઇ હતી. તે દરમિયાન રોડની બીજી તરફથી આવતી એક મારૂતિ ઓમની સાથે આ કાર અથડાઇ હતી. આ અકસ્માત બાદ બંને કારમમાં આગ લાગી ગઇ હતી. આગ લાગવાના કારણે બંને કારમાં સવારમાં 5 લોકો આગની ચપેટમાં આવી ગયા તા. જેમાં ત્રણ લોકોનું મોત થયું છે. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.


વધુમાં વાંચો: અરુણ જેટલી રજૂ નહીં કરી શકે વચગળાનું બજેટ, જાણો કોને સોંપાયો નાણા મંત્રાલયનો ચાર્જ


કારમાં આગ લાગવાથી ઓમની વેનમાં સવાર એક શખ્સનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે બંને કારમાં સવાર અન્ય ચાર લોકોને ઇજાગ્રસ્ત હાલતામાં બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આઆવ્યા હતા. જ્યાં વધુ બે લોકોનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસરા મૃતકમાં મુસ્તફાબાદના શમશાદ, અબ્દુલ અને ગર્વ સહગલ છે. શમશાદ અને અબ્દુલ ઓમની વેમાં સવાર હતા જ્યારે ગર્વ ઇકો સ્પોર્ટ્સમાં હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...