પુલવામાઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઢેર કરી મોટા ફિદાયીન હુમલાના ખતરાને ટાળી દીધો છે. અવંતીપોરા એનકાઉન્ટરમાં લશ્કર મુખ્તાર ભટ સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર, આ ત્રણ આતંકી સુરક્ષાદળના કેમ્પમાં 2019 પુલવામા જેવા ફિદાયીન હુમલાની ફિરાકમાં હતા. પોલીસ અનુસાર મુખ્તાર ભટ સીઆરપીએફના એસએસઆી અને બે આરપીએફ કર્મીઓની હત્યા સહિત અને ગુનાહિત મામલામાં સામેલ રહ્યો છે. 


એડીજીપી કાશ્મીરે જણાવ્યું, અવંતીપોરા અથડામણમાં લશ્કર કમાન્ડર મુખ્તાર ભટ સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રો પ્રમાણે મુખ્તાર એક વિદેશી આતંકી સાથે મળી સિક્યોરિટી કેમ્પમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં હતો. આતંકીઓ પાસેથી એક એકે 74 રાઇફલ, એક એકે 56 રાઇફલ અને એક પિસ્તોલ જપ્ત થઈ છે. પોલીસ અને સેનાએ એક મોટા આતંકી હુમલાની ઘટનાને ટાળી દીધી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube