નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019)  હેઠળ ત્રીજા તબક્કાનું મતદાન આજે (23 એપ્રીલ) ચાલી રહ્યું છે. આજે 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 116 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. અનેક દિગ્ગજોનાં ભાગ્ય આજે ઇવીએમમાં કેદ થશે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ મંગળવારે સવારે મતદાન કર્યું. વડાપ્રધાને માં હીરાબેને પણ અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રી કોલિંગ બાદ JIOની ધમાલ, બ્રોડબેંડ-લેંડલાઇન-TVનો કોમ્બો એક વર્ષ સુધી મફત

પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનાં મતદાનમાં હિંસા જોવા મળી હતી. અહીં મુર્શિદાબાદનાં બાલિગ્રામમાં કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસનાં સમર્થકો વચ્ચે હિંસા થઇ છે. આ દરમિયાન પોલિંગ બુથમાં મતદાન કરવા માટે રાહ જોઇ રહેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બીજી તરફ મુર્શિદાબાદના પોલિંગ બુથ 27 અને 28 નજીક કેટલા અજાણ્યા શખ્સોએ બોમ્બ ઝીંક્યા હતા. તે વીડિયોમાં કેદ થયા હતા. આ ઉપરાંત દક્ષિણ દિનાજપુરમાં બાબુલાલ મુર્મ નામનાં પોલિંગ એજન્ટનું શબ તેના ઘરમાંથી મળી આવ્યું છે. 


પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદમાં સવારે ચૂંટણી મુદ્દે ઘર્ષણ થયું હતું. મતદાન દરમિયાન દેસી બોમ્બ દ્વારા કરાયેલા હુમલામાં તૃણમુલ કોંગ્રેસનાં 3 કાર્યકરતો ઘાયલ થયા હતા. બીજી તરફ ઓરિસ્સાનાં ઢેંકનાલના પોલિંગ બુધ 41માં ચૂંટણી અધિકારીઓની અચાનક તબિયત બગડી જવાનાં કારણે મોત નિપજ્યું હતું.