Surgical Strikeના 3 વર્ષ : રાત્રે 12.30 કલાકે જવાનો પાકિસ્તાનમાં ઘૂસ્યા, અને સવારે 4.30 કલાકે પરત ફર્યા હતા
ત્રણ વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સેનાએ આતંકી (Terrorists) અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike) કરીને ઉરી હુમલા (Uri Attack) ના શહીદોનો બદલો લીધો હતો. આ દિવસ ભારતીય સેના (Indian army)ના ઈતિહાસમાં વિશેષ મહત્વ રાખે છે. ભારતીય સેનાએ એલઓસી (LoC) પાર કરીને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારત અને દરેક ભારતીય માટે આ દિવસ બહુ જ ગર્વનો ગણાય છે, જેમાં ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો હતો.
નવી દિલ્હી :ત્રણ વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સેનાએ આતંકી (Terrorists) અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike) કરીને ઉરી હુમલા (Uri Attack) ના શહીદોનો બદલો લીધો હતો. આ દિવસ ભારતીય સેના (Indian army)ના ઈતિહાસમાં વિશેષ મહત્વ રાખે છે. ભારતીય સેનાએ એલઓસી (LoC) પાર કરીને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારત અને દરેક ભારતીય માટે આ દિવસ બહુ જ ગર્વનો ગણાય છે, જેમાં ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો હતો.
નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં શુભ મુહૂર્તો પર ઘટ સ્થાપના કરાઈ
કેમ કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક
આતંકવાદીઓએ 18 સપ્ટેમ્બર 2016ના રોજ સવારે 5 વાગ્યે ઉરી સેક્ટરની પાસે આવેલ આર્મી હેડક્વાટર પર હુમલો કર્યો હતો. આતંકીઓનુ પ્લાનિંગ હતું કે, હથિયારલેસ અને ઊંઘી રહેલા જવાનો પર તાત્કાલિક ફાયરિંગ કરવામાં આવે, જેથી વધુમાં વધુ જવાનોને મારી શકાય. આ હુમલામાં સેનાના 18 જવાન શહીદ થયા હતા. જોકે, વળતા જવાબમાં ચારેય આતંકીઓને સેનાએ માર્યા હતા. ભારત સરકારે આ હુમલાને બહુ જ ગંભીરતાથી લીધો હતો અને આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો નિર્ણય લીધો હતો.
કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યું
- ઓપરેશન માટે ભારતીય સેનાએ પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સ) Para SF ને પસંદ કર્યું. ઓપરેશન PoKમાં રાત્રે 12.30 કલાકે શરૂ કરાયું.
- Para SFના કમાન્ડોને હેલિકોપ્ટરથી એલઓસી પર ઉતારવામાં આવ્યા હતા.
- કમાન્ડોએ કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર જમીન પર સરકીને પાર કર્યો.
- સેનાને પહેલેથી જ આતંકી અડ્ડાઓની સટીક જાણકારી હતી.
- કમાન્ડો અત્યાધુનિક હથિયારોથી પૂરી રીતે સજ્જ હતા.
- ઓપરેશન સવારે 4.30 કલાકે પૂરુ કરાયું.
- સેનાએ PoKમાં ચાર અલગ અલગ સેક્ટરમાં ઓપરેશન કર્યાં.
- અંદાજે 40-50 આતંકીઓને મારવામાં આવ્યા.
- આતંકીઓના 7 કેમ્પ પૂરી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યા. કાર્યવાહી બાદ તમામ સૈનિક સહી સલામત પરત ફર્યા હતા.
- પીએમ મોદીએ જાતે જ સમગ્ર ઓપરેશન પર નજર રાખી હતી. સેનાના પ્રમુખ મંત્રી, રક્ષા મંત્રી, એનએસએ (NSA) અજીત ડોભાલ ઓપરેશન સાથે જોડાયેલ હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :