નવી દિલ્હીઃ દેશમાં વધતા કોરોનાના ડેલ્ટા સ્વરૂપના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકથી ડરાવતા સમાચાર આવ્યા છે. નાસિક જિલ્લામાં ડેલ્ટા વેરિએન્ટના 30 નવા કેસ સામે આવ્યા છે, જેનાથી હડકંપ મચી ગયો છે. શુક્રવારે નાસિક જિલ્લા હોસ્પિટલે જાણકારી આપી કે શુક્રવારે નાસિકમાં ઓછામાં ઓછા 30 દર્દી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા છે. મહત્વનું છે કે ડેલ્ટાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલના સર્જન ડો. કિશોર શ્રીનિવાસે કહ્યુ કે નાસિકમાં ડેલ્ટા વેરિએન્ટથી 30 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 28 દર્દી ગ્રામિણ વિસ્તારના છે, જ્યારે બે દર્દી ગંગાપુર અને સાદિક નગરના છે. તેમાંથી ઘણા દર્દી સિન્ના, યેઓલા, નંદગામ, નિફાડ વગેરાના છે. તેમણે તે પણ કહ્યું કે, સેમ્પલને જીનોમ અનુક્રમણ માટે પુણે લેબમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ બધા સેમ્પલ ડેલ્ટા વેરિએન્ટથી પોઝિટિવ આવ્યા છે. 


આ પણ વાંચોઃ Encounter in Kashmir: જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો સામે અથડામણમાં 1 આતંકી ઠાર  


તેમણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી અને કહ્યુ કે, તેમણે સાફ-સફાઇ કરવી જોઈએ, માસ્ક પહેરવુ જોઈએ અને સામાજીક અંતર જાળવવુ જોઈએ. તેમણે લોકોને અપીલ કરી કે ડેલ્ટા સંક્રમણ ભીડભાડ અને નજીકના સંપર્કથી ફેલાય છે, તેથી જરૂરી સાવચેતી રાખો. મહત્વનું છે કે ડેલ્ટા વેરિએન્ટ કોરોના વાયરસનો B.1.617.2 પ્રકાર છે, જેની ઓળખ પ્રથમવાર ભારતમાં થઈ હતી. તેમ માનવામાં આવે છે કે તેણે મહામારીની બીજી ઘાતક લહેરને જન્મ આપ્યો, જેનાથી દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ પ્રભાવિત થઈ હતી. 


મહત્વનું છે કે આ પહેલા સરકારે શુક્રવારે લોકસભાને જણાવ્યું કે દેશમાં ચાર ઓગસ્ટ સુધી કોવિડના ડેલ્ટા પ્લસ સ્વરૂપના 83 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પવારે એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, સૌથી વધુ મહારાષ્ટ્રમાં 33, મધ્ય પ્રદેશમાં 11 અને તમિલનાડુમાં 10 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube