ભોપાલઃ 2013મા વ્યાપંમ પોલીસ ભરતી મામલામાં થયેલા કૌભાંડમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે તમામ 31 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. હવે આ સંબંધમાં 25 નવેમ્બરે ચુકાદો સંભળાવવામાં આવશે. સીબીઆઈ તરફથી 31 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમામ આરોપીઓ જામીન પર હતા જેને નિર્ણય લીધા બાદ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
વ્યાપમંમાં કૌભાંડનો મોટો ખુલાસો 7 જુલાઈ, 2013મા પ્રથમવા પીએમટી પરીક્ષા દરમિયાન ત્યારે થયો હતો, જ્યારે એક દલાલ ઈન્દોરની ક્રાઇમ બ્રાન્ચની ઝપેટમાં આવી ગયો હતો. આ દલાલ પીએમટી પરીક્ષામાં ડમી પરીક્ષાર્થીને બેસાડવાનું કામ કરતો હતો. મુખ્યપ્રધાન ચૌહાણે આ મામલાને ઓગસ્ટ 2013મા એશટીએફને સોંપી દીધો હતો. 


હાઈકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને તેણે હાઈ કોર્ટના નિવૃત જજ ચંદ્રેશ ભૂષણની અધ્યક્ષતામાં એપ્રિલ 2014મા એસઆઈટીની રચના કરી, જેની દેખરેખમાં એસટીએફે તપાસ કરી હતી. 9 જુલાઈ, 2015ના મામલાને સીબીઆઈને સોંપવાનો નિર્ણય થયો અને 15 જુલાઈએ સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. 


સરકારના પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્મા, તેના ઓએસડી રહેલા ઓપી શુક્લા, ભાજપના નેતા સુધીર શર્મા, રાજ્યપાલના ઓએસડી રહેલા ધનંજય યાદવ, વ્યાપમંના કંટ્રોલર રહેલા પંકજ ત્રિવેદી, કમ્પ્યૂટર એનાલિસ્ટ નિતિન મોદિદ્રા જેલ જઈ ચુક્યા છે. આ મામલામાં બે હજારથી વધુ લોકો જેલમાં ગયા છે અને ચારસોથી વધુ હજુ ફરાર છે. તો 50થી વધુ લોકોના મોત થઈ ગયા છે.