નવી દિલ્હી: ચીન (China) ના વુહાન ( Wuhan Coronavirus)  શહેરમાં રહેતા 324 ભારતીયોને શનિવારે દિલ્હી લાવવામાં આવ્યાં. આ તમામ ભારતીયોને દિલ્હીના છાવલા તથા હરિયાણાના માનેસર કેમ્પમાં રોકવાની વ્યવસ્થા કરાઈ છે. આ લોકોએ 14 દિવસ સુધી આ કેમ્પોમાં રહેવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી અને હરિયાણામાં બનેલા અસ્થાયી કેમ્પમાં લઈ જતા પહેલા ચીનથી આવનારા તમામ ભારતીયોને સઘન તપાસ કરવામાં આવશે. જેમાં થર્મલ સ્ક્રિનિંગ પણ સામેલ છે.


અત્રે જણાવવાનું કે કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ચીનનું વુહાન શહેર થયું છે. વુહાનમાં કોરોના વાઈરસનો ચેપ અત્યાર સુધી અલગ અલગ 30 રાજ્યોમાં ફેલાયો છે. વુહાન પ્રાંતમાં જ મોટાભાગના ભારતીય નાગરિકો અને અન્ય નાગરિકો ફસાયેલા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...