નવી દિલ્હી: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (Chief of Defense Staff) જનરલ બિપિન રાવત (General Bipin Rawat)ના નેતૃત્વવાળા લશ્કરી બાબતોના નવ-સૃજિત વિભાગમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANI એ સરકારી સૂત્રોના હવાલેથી જણાવ્યું કે આ ડિપાર્ટમેન્ટમાં 2 સંયુક્ત સચિવ, 13 ઉપ સચિવ અને 22 ઉપસચિવ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં ગત અઠવાડિયે જનરલ બિપિન રાવતે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ના રૂપમાં કાર્યભાર સંભાળ્યાના એક દિવસ બાદ ગુરૂવારે ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ત્રણેય સેનાઓ માટે એર ડિફેન્સ કમાન્ડ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવાના નિર્દેશ આપ્યા હતા. બેઠક દરમિયાન તેમણે પ્રસ્તાવ માટે એક સમયસીમા પણ નક્કી કરી હતી. રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે ''આ પ્રસ્તાવની સમયસીમા 30 જૂન 2020 છે.''


અત્યાર સુધી ત્રણેય સેવાઓ વચ્ચે એક જ વાયુ રક્ષા કમાન (એર ડિફેન્સ કમાન્ડ) છે. જનરલ રાવતની પહેલી પ્રાથમિકતા ભારતને કોઇપણ હુમલાથી સુરક્ષિત કરવા માટે વાયુ રક્ષા કમાનની રચના કરવાની છે. 


ભારતીય વાયુસેના વાયુ રક્ષામાં એક પ્રમુખ ભૂમિકા ભજવે છે, પરંતુ ભારતીય સેના પાસે પોતાના ક્ષેત્ર એર ડિફેન્સ સિસ્ટમ છે. તો બીજી તરફ ભારતીય નૌસેના પાસે સૌથી ઉન્નત અને ગતિશીલ એર ડિફેન્સ સિસ્ટમ છે. રાવતે 30 જૂન અને 31 ડિસેમ્બર 2020 સુધી તાલમેલ માટે પ્રાથમિકતાઓ નક્કી કરી. 


સામાન્ય કાર્ય સિસ્ટમ પર ભાર મુકતાં સીડીએસ રાવતે નિર્દેશ આપ્યો હતો કે તમામ ત્રણેય સેનાઓ અને તટરક્ષક સાથે પરામર્શ કરવી જોઇએ અને તેમના વિચારોને સમયબદ્ધ રીતે પ્રાપ્ત કરવા જોઇએ. સીડીએસે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ પર ભાર મુકતાં કહ્યું કે બધાને વાંછિત પરિણામોને પુરા કરવા અને સારા વિચાર તથા સલાહ સાથે કામ કરવું જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube