અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો
અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની નિર્દયતાથી હત્યાના મામલે આજે પોલીસે આ ઘટનામાં સામેલ બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે.
નવી દિલ્હી: અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની નિર્દયતાથી હત્યાના મામલે આજે પોલીસે આ ઘટનામાં સામેલ બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી ઝાહિદના ભાઈ મહેંદી હસન અને ઝાહીદની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાળકીના મૃતદેહને ઝાહિદની પત્નીના દુપટ્ટામાં લપેટાયેલો હતો. આ સાથે જ SITને તપાસમાં અનેક મહત્વના પુરાવા મળ્યા છે.
ફ્રિઝમાં રાખ્યું હતું શબ!
પોલીસને શક હતો કે આરોપીના ઘરમાં જ બાળકીની લાશ રાખવામાં આવી હતી. SITએ તપાસ કરતા આરોપીના ઘરનું તાળું તોડ્યું અને તલાશી શરૂ કરી. પોલીસે આરોપીના ઘરનું ફ્રિજ ચેક કર્યું. ફ્રિજને જોતા એવું લાગી રહ્યું હતું કે તેને એક બે દિવસ પહેલા જ સાફ કરવામાં આવ્યું છે. પોલીસને એ પણ શક હતો કે આરોપીઓએ લાશને મોઈશ્ચરવાળી જગ્યા પર કે પછી ફ્રિજમાં રાખ્યું હતું.
અલીગઢ હત્યા કેસ: પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયા હચમચાવી નાખે તેવા ખુલાસા, જાણીને લોહી ઉકળી જશે
મુખ્ય આરોપીની પત્નીને પણ હતી હત્યાની જાણકારી
અલીગઢના એસએસપી આકાશ કુલહરિએ કહ્યું કે આ મામલે અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ થઈ છે. બે જણને પહેલા પકડવામાં આવ્યાં હતાં અને હવે મહેંદી તથા ઝાહિદની પત્ની શાહિસ્તાની ધરપકડ કરવામાં આવી છે. ઝાહિદની પત્નીના દુપટ્ટાથી બાળકીના ડેડબોડીને લપેટવામાં આવ્યું હતું અને પોલીસનું કહેવું છે કે તેને પણ આ હત્યા અંગેની જાણકારી હતી.
રાસુકા હેઠળ મામલો નોંધાયો
યુપી સરકારે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (રાસુકા) હેઠળ મામલો નોંધ્યો છે. આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. સરકારના એક પ્રવક્તાએ કહ્યું કે આ નિર્ણય યોગી આદિત્યનાથ સરકાર દ્વારા લેવાયો છે.
પૈસાની લેવડદેવડના કારણે થઈ નિર્દયતાથી હત્યા
25થી 26 મેની રોજ ટપ્પલ વિસ્તારમાં બાળકીના ઘરની પાસે ઝાહિદ અને પૈસા અપાવનારા વચેટિયા સાથે પૈસાની બાબતે પરસ્પર વિવાદ થઈ રહ્યો હતો. ત્યારે બાળકીના દાદા પણ ત્યાંથી નીકળ્યા હતાં. ત્યારબાદ ત્રણેય વચ્ચે પૈસાને લઈને મોટી બબાલ થઈ અને તે એટલી વધી ગઈ કે ઝાહિદે બાળકીના દાદાને ધમકી આપતા જોઈ લેવાની વાત કરી.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...