ગણતંત્ર દિવસ પર અસમમાં 4 બ્લાસ્ટ, મુખ્યમંત્રીએ ઘટનાને ગણાવ્યું કાયર કૃત્ય
ગણતંત્ર દિવસ (Republic Day) ના અવસર પર રવિવારે અસમ (Assam)માં ચાર બ્લાસ્ટ થયા. જોકે સદનસીબે આ બ્લાસ્ટ કોઇ જાનહાનિના સમાચાર નથી. જ્યાં ત્રણ બ્લાસ્ટ ત્રણ ડિબ્રૂગઢ જિલ્લામાં થયા, તો બીજી તરફ એક બ્લાસ્ટ ચરાઇદેવમાં થયો.
ગુવાહાટી: ગણતંત્ર દિવસ (Republic Day) ના અવસર પર રવિવારે અસમ (Assam)માં ચાર બ્લાસ્ટ થયા. જોકે સદનસીબે આ બ્લાસ્ટ કોઇ જાનહાનિના સમાચાર નથી. જ્યાં ત્રણ બ્લાસ્ટ ત્રણ ડિબ્રૂગઢ જિલ્લામાં થયા, તો બીજી તરફ એક બ્લાસ્ટ ચરાઇદેવમાં થયો.
મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ (CM Sarbananda Sonowal)એ આ ઘટનાને ''પવિત્ર દિવસના અવસર પર ભય પેદા કરનાર કાયર કૃત્ય ગણાવ્યું.
સોનોવાલએ ટ્વિટ કર્યું ''અસમમાં કેટલાક સ્થળો પર બોમ્બ બ્લાસ્ટની આકરી નિંદા કરે છે. લોકો દ્વારા નકારી કાઢ્યા બાદ આતંકવાદી સંગઠનોએ ભડાસ કાઢતાં પવિત્ર દિવસના અવસરે ભય પેદા કરનાર આ કાયર કૃત્ય કર્યું છે. અપરાધીઓને સજા આપવા માટે અમારી સરકાર પગલાં ભર્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube