નવી દિલ્હી : દિલ્હીમાં તોફાનોમાં તાહિર હુસૈન પર શનિવારે ચોથી ફરિયાદ દાખલ કરવામાં આવી. ચાંદબાગની મીઠાઇ દુકાનદારે તાહિર પર FIR દાખલ કરાવી દિલ્હી પોલીસે તાહિરને ઘરમાં છુપાવવા મેનેજર સહિત 3 સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તાહિરની લાયસન્સી પિસ્ટલ, કારતૂસ અને મોબાઇલ ફોન જપ્ત કરી લીધા છે. પિસ્ટલને ફાયરિંગની તપાસ માટે ફોરેન્સીક લેબ ખાતે મોકલવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર માં કોરોના વાયરસ નો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, લેબોરેટરી સાથે વાઇરસ ફ્રી !
ધરપકડ કરવામાં આવેલા લિયાકત અને રિયાસત ચાંદબાંગ હિંસામાં જોડાયેલા હતા જ્યારે તારિક રિઝવીએ તાહિર હુસૈને ફરારી દરમિયાન જાકીર નગરમાં પોતાનાં ઘરમાં છુપાવ્યા હતા. દિલ્હી પોલીસે તાહિર હુસૈનનાં મોબાઇલ ફોન, લાયસન્સ પિસ્ટલ અને જીવતી કારતુસ પણ જપ્ત કરી લીધા છે. પિસ્ટલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે જેથી તેની માહિતી મળી શકે કે તોફાન દરમિયાન તેનાથી ફાયરિંગ થયું હતું કે નહી. આ તરફ દિલ્હી તોફાનો દરમિયાન ફાયરિંગ કરનારા તોફાની શાહરુખની પિસ્ટલ અને કારને પોલીસે જપ્ત કરી લીધી હતી.


કોરોનાના ભય વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની તમામ હોટલો માટે લીધો મહત્વનો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તાહિર હુસૈન ચાંદબાગમાં થયેલા તોફાનોની ફરિયાદનાં મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. ખજુરી પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ સંગ્રામ સિંહે ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદનાં આધારે તાહિર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર પૂર્વી દિલ્હી તોફાનોની આગમાં સળગી છે. આ દરમિયાન હેવાનિયતની તમામ હદોને તોફાનીઓએ હદો પાર કરી લીધી હતી. ચાંદબાગથી અગણીત સ્ટોરી લખવામાં આવી. દરરોજ ઉપદ્રવીઓ દંગાચરિત્રનાં નવા પુરાવા સામે આવી રહ્યા છે. તોફાનીઓએ દિલ્હીનાં ચાંદબાગમાં સૌથી વધારે તોફાન થયા હતા. અહીં દિલ્હી પોલીસ હેડકોન્સ્ટેબલ રતનલાલ શહીદ થયા હતા. અહીં પર જ આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યા થઇ હતી. અંકિતનાં પરિવારજનોએ આમ આદમી પાર્ટીનાં પાર્ષદ તાહિર હુસૈન પર અંકિતની હત્યાનો આરોપ લગાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube