જમ્મુ-કાશ્મીરમાં સેનાના કેમ્પો પર હુમલો કરી શકે છે લશ્કરના આતંકીઓ: ઈન્ટેલિજન્સ રિપોર્ટ
ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરે સેનાના કેમ્પો પર હુમલાનું કાવતરું ઘડ્યું છે.
નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરે સેનાના કેમ્પો પર હુમલાનું કાવતરું ઘડ્યું છે. મળેલી માહિતી મુજબ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના 4 આતંકીઓ ભારતીય સુરક્ષાદળો પર હુમલો કરી શકે છે. એવા સમાચાર છે કે લશ્કરના નિશાન પર સેનાના કેમ્પ અને મિલેટ્રી સ્ટેશન છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરના આતંકી જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં સેનાના બારી બ્રહના, સૂંજવાન, અને કાલુ ચક કેમ્પ પર હુમલો કરી શકે છે.
આ સાથે જ એવા પણ રિપોર્ટ્સ છે કે હુમલો કરવા માટે આતંકીઓની શોપિયાથી જમ્મુમાં ઘૂસવાની યોજના છે.
LoC પર પાકિસ્તાન સતત કાશ્મીરીઓ પર સાધી રહ્યું છે નિશાન
જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ નજીક આવેલા ગામડાઓ પર પાકિસ્તાન ભારે ગોળાબારી કરી રહ્યું છે. 4 સપ્ટેમ્બરની રાતથી પાકિસ્તાન સતત ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. એલઓસી પાસે આવેલા ગામડાઓમાં ડરનો માહોલ છે. કારણ કે પાકિસ્તાન રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.
જુઓ LIVE TV