જમ્મૂઃ જમ્મૂ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર શિલા પડી છે. આ દુર્ઘટનામાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 25થી વધુ શ્રદ્ધાળુઓને ઈજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર વૈષ્ણોદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓ રસ્તામાં એક ઝરણાની પાસે ન્હાવા માટે રોકાયા. ઝરણામાં ન્હાવા દરમિયાન તેના પર એક શિલા પડી. તેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



દુર્ઘટના બાદ ઘટનાસ્થળે સેના અને પોલીસ જવાન પહોંચી ગયા હતા. તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થઈ રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વરસાદને કારણે શિલા પડી છે. શ્રદ્ધાળુઓ પર ભારે પથ્થર પડવાની ત્યાં ભાગદોડ મચી ગયા. જાણવા મળી રહ્યું છે કે, ઘણા શ્રદ્ધાળુઓ સ્થાનિક હતા.