શ્રીનગરઃ છેલ્લા 16 કલાકથી જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ના પુલવામા  (Pulwama) અને કુલગામ (Kulgam)મા આતંકવાદીઓ સાથે જારી અથડામણમાં સુરક્ષાદળોએ અત્યાર સુધી 4 આતંકવાદીઓને ઠાર કર્યાં છે. અધિકારીઓ અનુસાર આતંકવાદીઓની પાસે મોટી સંખ્યામાં હથિયાર અને ગારૂ-ગોળા જપ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું કે, પુલવામાના કંગન વિસ્તારમાં સુરક્ષાદળોએ  2 આતંકીઓને ઢેર કર્યાં છે. જ્યારે અન્ય બે આતંકવાદીઓને કુલગામના ચિંગામ વિસ્તારમાં મોતને ઘાટ ઉતારી દીધા છે. વિભાગ અનુસાર, માર્યા ગયેલા ચારેય આતંકીઓનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) સાથે છે. તમને જણાવી દઈએ કે આતંકીઓ સાથેની અથડામણ કાલે અડધી રાતથી ચાલી રહી છે. 


અમેરિકાનો દાવો, ચીને ભારતની સરહદ પર મોકલ્યા 60,000 સૈનિક


આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પંપોરમાં CRPFની પેટ્રોલિંગ કરી રહેલી ટીમ પર અચાનક આતંકીઓએ હુમલો કરી દીધો હતો. તેમાં બે બહાદુર જવાન શહીદ થયા અને ત્રણને ઈજા પહોંચી હતી. પંપોરના કાંધીજલ બ્રિજ પર  CRPFની 110 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન રોડ ઓપનિંગ ડ્યૂટી (ROP) પર તૈનાત હતા, ત્યારે અજાણ્યા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર