નવી દિલ્હી: કોરોના વાયરસના ચેપને કારણે લગભગ વિનાશ તરફ આગળ વધી રહેલું પાકિસ્તાન હવે તેના ચેપગ્રસ્ત લોકોને કાશ્મીરમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ પ્રાપ્ત થયા છે કે પીઓકેમાં આતંકવાદીઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત પણ કાશ્મીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમનો હેતુ ખીણમાં સંક્રમણ અને ભય ફેલાવવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાને પણ આ પગલા હેઠળ સરહદમાં ઘૂસણખોરીના પ્રયાસો તેજ કર્યા છે. તાજેતરમાં નિયંત્રણ રેખા પર સીઝફાયર ઉલ્લંધનના બનાવો પણ વધી રહ્યાં છે. પાકિસ્તાની સેના ગોળીબારની આડમાં આતંકવાદીઓ ઉપરાંત કોરોનાથી સંક્રમિત લોકોને ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે. જો કે, દરેક વખતે ભારતીય સેનાની અસરકારક કાર્યવાહીને કારણે તેમને મોઢાની ખાવી પડી રહી છે.


જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પણ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, આપણે જે સાંભળ્યું છે તે એ છે કે પાકિસ્તાન આતંકવાદીઓને મોકલતું હતું, હવે કાશ્મીરમાં લોકોને ચેપ લગાડવા માટે કોરોનો વાયરસના સંક્રમિત દર્દીઓ મોકલવાનો પ્રયાસ કરી રહી છે તેમણે કહ્યું કે આ ચિંતાનો વિષય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube