નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત કેબિનેટનો વિસ્તાર કરવા જઈ રહ્યાં છે. હવે નવા મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કુલ 43 મંત્રીઓ આજે શપથ લેવાના છે. ગુજરાતમાંથી પાંચ લોકો આજે શપથ લેવાના છે. જેમાં અત્યારે કેન્દ્રીય મંત્રી રહેલા મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને પ્રમોશન મળશે. આ સાથે સાંસદ દર્શના જરદોષ, દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાને કેબિનેટમાં સ્થાન મળવાનું છે. ઉત્તર પ્રદેશમાંથી 7 નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. નવા લિસ્ટ પ્રમાણે કુલ 10 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તો 33 નવા ચહેરાને કેબિનેટમાં તક આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મોટા નામો કેબિનેટમાં થશે સામેલ
સામે આવેલા નામ પ્રમાણે નારાયણ રાણે, અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, ડો. વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર પ્રસાદ સિંહ, અશ્વિની વૈશ્નવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજિજૂ, રાજ કુમાર સિંહ, હરદીપ સિંહ પુરી સહિતના લોકો આજે મંત્રી બનવાના છે. 


આ સિવાય ભૂપેન્દ્ર યાદવ, પુરૂષોત્તમ રૂપાલા, જી કિશન રેડ્ડી, અનુરાગ સિંહ ઠાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયા સિંહ પટેલ, સત્યપાલ સિંહ બધેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજેને પણ મંત્રીમંડળમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube