નવી દિલ્હી : કેન્દ્ર સરકારની જન વિરોધી નીતિઓની વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે મંગળવારથી 10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ 48 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે. દેશનાં અનેક હિસ્સાઓમાં વિરોધની અલગ-અલગ તસ્વીરો સામે આવી રહી છે. અનેક બસ સેવાઓ અટકી પડી છે.અનેક રેલવે ટ્રેક અટકાવીને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અનેક સ્થળો પર હિંસાના સમાચારો આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 48 કલાકની આ હડતાળમાં ઇંટક, એટક, એચએમએસ, સીટૂ, એઆઇયૂટીયૂસી, ટીયૂસીસી, સેવા, એઆઇસીસીટીયૂ, એલપીએફ અને યૂટીયૂસીનો સમાવેશ થઇ રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સંબંદ્ધ ભારતીય મજુર સંઘ તેમાં ભાગ નથી લઇ રહ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રમિક સંઘોના ટ્રેડ યૂનિયન અધિનિયમ 1926માં પ્રસ્તાવિત સંશોધનનો પણ વિરોધ કર્યો છે. આજે સવારથી જ દેશનાં અનેક રાજ્યોની હડતાળની અસર જોવા મળી રહી છે. ઓરિસ્સાનાં ભુવનેશ્વરમાં ટ્રેન યૂનિયનોનાં હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. રાજધાનીમાં અનેક સ્થળો પર પ્રદર્શનકર્તાઓએ ગાડીઓને ડંડા સાથે અટકાવી અને રસ્તો પણ ટાયર સળગાવીને જામ કરી દીધા હતા. 

પશ્ચિમ બંગાળના આસનસોલમાં શ્રમીક સંગઠનોના પ્રદર્શન દરમિયાન સીપીએમ અને ટીએમસીના કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. દેશની આર્થિક રાજધાની મુંબઇથી કેટલીક એવી તસ્વીરો સામે આવી. અહીં બેસ્ટની બસો દિલ્હીમાં ઉભેલી જોવા મળી હતી અને બસ સ્ટેન્ડ પર લોકો બસની રાહ જોઇ રહ્યા હતા. 

અસમનાં ગોવાહાટીથી પ્રદર્શન તસ્વીરો સામે આવી. અહીં ટ્રેડ યૂનિયન શ્રમિકોએ ટ્રેન અટકાવીને પ્રદર્શન કર્યું. પશ્ચિમ બંગાળ હાવડામાં પણ ટ્રેન યૂનિયનોએ સીટૂ (CITU)ના બેનર તળે રેલવે ટ્રેક અટકાવીને પ્રદર્શન કર્યું. રાજધાની દિલ્હીમાં પણ એઆઇસીસીટીયૂના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમમાં ટ્રેડ યૂનિયન કાર્યકર્તાએ ટ્રેન અટકાવીને વિરોધન પ્રદર્શન કર્યું.